ઘી સ્વાસ્થ્યથી લઇને ત્વચા માટે ખૂબ ફાયદાકારક હોય છે. તેનો તમે હેર માસ્ક તરીકે ઉપયોગ કરી શકો છો. તે વાળને સુંદર બનાવવાની સાથે-સાથે પોષણ આપવા તેમજ ડ્રાયનેસની સમસ્યાથી છૂટકારો અપાવવામાં મદદ કરે છે. તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવાથી સ્કેલ્પની ડ્રાયનેસ પણ ઓછી થઇ જાય છે. જેનાથી સ્કેલ્પની ડ્રાયનેસ પણ ઓછી થાય છે અને ખોડો દૂર થાય છે. આવો જોઇએ કેવી રીતે ઘીનો ઉપયોગ…
આ રીતે થશે ફાયદો
– અમે તમને જાણકારી માટે જણાવી દઇએ કે સુંદર અને લાંબા વાળ માટે ઘીનો ઉપયોગ એક સારો વિકલ્પ હોય છે. વાળના વિકાસ માટે ઘીને નવશેકુ ગરમ કરીને તેને હળવા હાથે વાળની મસાજ કરવી જોઇએ. તેનાથી વાળને પોષણ મળે છે. તેની સાથે જ બજારમાં મળનારા કન્ડિશનરમાં રહેલા કેમિકલ વાળને નુકસાન પહોંચાડે છે. એવામાં ઘીનો ઉપયોગ કરવો જોઇએ. તે એક બેસ્ટ કન્ડિશનર છે અને તે વાળના સ્વાસ્થ્ય માટે લાભદાયી હોય છે.
– સુંદર અને લાંબા વાળ માટે ઘીનો ઉપયોગ કરવો બેસ્ટ માનવામાં આવ્યું છે. વાળના વિકાસ માટે ઘીને નવશેકુ ગરમ કરીને તેનાછી હાથની મદદથી વાળની મસાજ કરો. આમ કરવાથી વાળના મૂળ મજબૂત થશે. તે સિવાય ખરતા વાળની સમસ્યા પણ ગાયબ થશે. જેના માટે એક કલાક માટે ઘી લગાવીને રાખી મૂકો અને તે બાદ તેને બરાબર ધોઇ લો. થોડાક દિવસ સતત આ ઉપાય કરવાથી ફરક નજરે પડશે.