આંખોની નીચે ડાર્ક સર્કલ કોઇપણ કારણથી થઇ શકે છે. જે તમારી સુંદરતાને ખરાબ કરી દે છે. આ ડાર્ક સર્કલ સૌથી વધારે યુવતીઓને પરેશાન કરે છે. કારણકે તેમની સુંદરતામાં ડાઘ સમાન લાગે છે. પરંતુ તેને દૂર કરવાનો ઇલાજ પણ છે. જેને લઇને આજે અમે તમને કેટલાક ઉપાય જણાવવા જઇ રહ્યા છીએ. જેનાથી તમારી આંખને સુંદર બનાવી શકો છો. આ માત્ર છોકરીઓ જ નહીં પરંતુ છોકરા પણ ડાર્ક સર્કલથી પરેશાન રહે છે. તો આવો જોઇએ કેવી રીતે ડાર્ક સર્કલની સમસ્યાથી છૂટકારો મેળવી શકાય.
– ડાર્ક સર્કલ્સની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે કાકડીનો ઉપયોગ કરી શકાય છે. તેના માટે કાકડીના ટૂકડા કરીને તમારી આંખની ઉપર લગાવીને રાખો. 10 મિનિટ બાદ ડાર્ક સર્કલ વાળા ભાગ પર હળવા હાથે રાખો અને તેને બદલ્યા કરો. આમ કરવાથી ડાર્ક સર્કલની સમસ્યા દૂર થાય છે. કાકડી મૂક્યા બાદ તમે આંખોને ઠંડા પાણીથી ધોઇ લો.
– ડાર્ક સર્કલની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે 50 ગ્રામ તુલસી, ફુદીનાના પાન અને ગુલાબજળને મિક્સ કરીને પીસી લો. હવે તેમા હળદર પાવડર મિક્સ કરીને તમારી આંખની આસપાસ લગાવો. બાદમાં તેને ઠંડા પાણીથી ધોઇ લો.
– રાતે સૂતા પહેલા તમારી આંખોની આસપાસ બદામના તેલથી મસાજ કરો. રોજ આમ કરવાથી તમારા ડાર્ક સર્કલ્સ સારા થઇ જશે. રોજ આ ઉપાય કરવાથી તો ડાર્ક સર્કલની સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો અને તમારી સુંદરતાને યથાવત રાખી શકો છો.