હેલ્ધી અને ગ્લોઇંગ ત્વચાનું રાજ તો દરેક લોકો જાણે છે કે યોગ્ય ખાવું અને એક્સર્સાઇઝ કરો. પરંતું આજકાલ બહારની વસ્તુઓ ત્વચાને વધારે અસર કરી રહી છે. જેમ કે, ધૂળ અને પ્રદુષણ.. તેના કારણે ત્વચાથી જોડાયેલી કેટલીક સમસ્યાઓ જેમ કે એકને, ખીલ અને સમય પહેલા ત્વચા વૃદ્ધ જેવી દેખાવવા લાગે છે.
કેમિકલથી ભરેલી પ્રોડક્ટ્સ ઉપયોગ કરવાની જગ્યાએ કુદરતી રીતે ત્વચાનો ઉપયોગ કરવો ખૂબ ફાયદાકારક હોય છે. કારણકે તેનાથી ત્વચાને કોઇપણ પ્રકારનું નુકસાન થતુ નથી. કુદરતી ઉપાયથી તમારી ત્વચા ન માત્ર સુંદર અને ચમકીલી દેખાય છે. પરંતુ અંદરથી હેલ્ધી પણ રહે છે. તો આજે અમે તમને કેટલીક આયુર્વેદિક વસ્તુઓ અંગે જણાવવા જઇ રહ્યા છીએ. જેની મદદથી તમે ત્વચાને હેલ્ધી અને સ્પોટલેસ બનાવી શકો છો.
લીમડો
આ વાત દરેક લોકો જાણે છે કે લીમડો ત્વચા અને વાળ માટે વરદાનની જેમ છે. લીમડામાં એન્ટી-ઇફ્લેમેટરી, એન્ટી-બેકેટેરિયલ, એન્ટી-વાયરલ અને એન્ટી ઓક્સિડેન્ટ પ્રોપર્ટી રહેલા છે. લીમડો ચહેરાના ડાર્કસ્પોટ, ખીલથી બચાવે છે અને ચહેરાને કુદરતી ચમક આપે છે. તમે લીમડાના પાનને પાણીમાં ઉકાળી લો અને તેને ઠંડુ કર્યા બાદ આ પાણીથી ચહેરાને ધોઇ લો. તમે ઇચ્છો તો લીમડાના પાનને ક્રશ કરીને પણ તેનો ફેસપેક બનાવી શકો છો.
એલોવેરા
એલોવેરાનો ઉપયોગ કરવાથી તમારી ત્વચા બદલાઇ શકે છે. રોજ થોડાક પ્રમાણમાં એલોવેરા જેલ ચહેરા પર લગાવવાથી ત્વચાથી જોડાયેલી દરેક પ્રકારની સમસ્યા જેવી કે ખીલ, લાલાશ, ચકામા અને પિગમેનટેશનથી સમસ્યાથી છૂટકારો અપાવે છે.
કેસર
ઘણા લોકોનું માનવું છે કે જો પ્રેગનેન્સી દરમિયાન મહિલાઓએ કેસરનું સેવન કરવું જોઇએ. તો ગર્ભમાં રહેલું બાળક સ્વસ્થ અને સુંદર આવે છે. તો કેસરને ગરમ દૂધમાં મિક્સ કરીને તે બાદ તેને ટેન, એકને અને ખીલ પર લગાવવાથી આ સમસ્યા જડમૂળથી ખતમ થઇ જાય છે.
ચંદન
ચંદન ત્વચા માટે કૂલિંગ એજન્ટની જેમ કાણ કરે છે જે સનબર્ન, ટેન, રેશેજ અને એકનેથી રાહત આપવાનું કામ કરે છે. ચંદન એક ક્લિનજિંગ એજન્ટ છે અને ત્વચાને હાઇડ્રેટ અને સોફ્ટ રાખે છે. સ્કિન પર સમયથી પહેલા કરચલીઓ ન પડે તે માટે ત્વચાને સોફ્ટ અને હાઇડ્રેટેડ રાખવી ખૂબ જરૂરી છે.
હળદર
હળદર તેના ઔષધીય ગુણના કારણે ખૂબ પ્રખ્યાત છે. તેમા એન્ટીસેપ્ટિક, એન્ટી-ઇંફ્લામેટરી પ્રોપર્ટી રહેલા હોય છે. હળદરની સાથે દૂધ મિક્સ કરીને તેને ફેસપેક તરીકે લગાવવાથી તમારી ત્વચા લાંબા સમય સુધી જવાન અને ચમકદાર રહી શકે છે.