લગ્ન બાદ હનીમૂન પર કોઇ સારી જગ્યાએ ફરવા જવું દરેક કપલનું સપનુ હોય છે. કેટલાક લોકો હનીમૂન માટે વિદેશ ફરવા જાય છે. પરંતુ કેટલાક લોકો આપણા દેશમાં જ ફરવા જવા માટે નવી-નવી જગ્યાઓ શોધે છે. જો વાત કરીએ ભારતના જ બેસ્ટ ટૂરિસ્ટ પ્લેસની તો લોકો ખાસ કરીને દેહરાદૂન જવાનું પસંદ કરે છે. દેહરાદૂનમાં કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં જઇને તમે પણ હોલી ડે સેલિબ્રેટ કરી શકો છો. તો આવો જ્યારે પણ દેહરાદૂન જાઓ તો આ જગ્યાઓને જોવાનું બિલકુલ પણ ન ભૂલો.
આસન બૈરાજ
આસન તળાવ ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશને જોડે છે આ તળાવ દેહરાદૂનથી 28 કિલો મીટર દૂર સ્થિત છે. જે આસન બેરાજ સાઇબેરિયન બર્ડ માટે સૌથી પ્રખ્યાત જગ્યા છે અંહી દેશ વિદેશથી લોકો ફરવા આવે છે.
બુદ્ધા ટેમ્પલ
દેહરાદૂનની આઇએસબીટી (ઇંટર સ્ટેટ બસ ટર્મીનલ)થી થોડાક કિલોમીટર દૂર તિબ્બત સમુદાયનું ધાર્મિક સ્થળ સ્થિત છે. બુદ્ધા ટેમ્પલને બુદ્ધા મોનેસ્ટ્રી કે બુદ્ધા ગોર્ડનના નામથી ઓળખવામાં આવે છે. અંહી સુંદર અને અદ્ધૂત દ્રશ્યથી પ્રવાસીઓ આકર્ષિત થાય છે.
એફઆરઆઇ
આ ઉત્તરાખંડનું એક માત્ર સૌથી જુનુ ઇંસ્ટિટ્યૂટ છે જે દેહરાદૂન ક્લોક ટૉવરથી આશરે સાત કિલોમીટર દૂર સ્થિત છે. કહેવામાં આવે છે કે એફઆરઆઇ કુલ 450 હેક્ટેઅરમાં ફેલાયેલા છે જેમા સાત મ્યુઝિયમ છે.
ગુચ્ચુપાની કે રાવર્સ કેવ
આ જગ્યા દેહરાદૂનના કેન્ટ એરિયાથી થોડીક દૂર પહાડોની વચ્ચે આવેલી છે જ્યાં તમને પ્રકૃતિની સુંદરતા જોવા મળશે. અંહી દરેક લોકો પિકનીક મનાવવા આવે છે. અંહી પહોડોની વચ્ચે ધોધ પડે છે જે દરેક લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે.
સહસ્ત્ર ધારા
આ જગ્યાની તેની એક અલગ જ ઓળખ છે. અંહી નાના નાના ધોધ સિવાય પહાડની વચ્ચે એક મંદિર પણ આવેલું છે અને બીજી તરફ મૉનેસ્ટ્રી ટૂરિસ્ટ છે જે દરેક લોકોને ખૂબ આકર્ષિત કરે છે. સહસ્ત્રધારા તેના સલ્ફર વોટરને કારણે પ્રખ્યાત છે. કહેવાય છે કે સલ્ફર વોટરમાં નાહવાથી દરેક પ્રકારની ત્વચા સંબંધી બીમારીઓ દૂર થાય છે.