તમે અવાર નવાર છોલે તો ટ્રાય કર્યા હશે પરંતુ આજે અમે તમારા માટે છોલેની રેસીપી લઇને આવ્યા છીએ પરંતુ તે તદ્દન અલગ છે. અમે તમારા માટે ગ્રેવી વગરના કઢાઇ છોલેની રેસીપી લઇને આવ્યા છીએ. જે ખૂબ જ જલદી બની જાય છે. તે ખાવામા ચટપટા અને સ્વાદિષ્ટ હોય છે. જેને તમે સવારના નાસ્તામાં પણ ખાય શકો છો. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય ગ્રેવી વગરના છોલે…
સામગ્રી
200 ગ્રામ – કાબૂલી ચણા
2 નંગ – સમારેલા ટામેટા
5 નંગ – લીલા મરચા
1 ચમચી – કોથમીર
1/2 ચમચી – જીરૂ
1/2 ચમચી – અજમો
1 નંગ – ડુંગળી(સમારેલી)
1 ટૂકડો – આદુ
1/2 ચમચી – લાલ મરચુ
1 ચમચી – ધાણા પાવડર
1/2 ચમચી – આમચૂર પાવડર
1/2 ચમચી – ગરમ મસાલો
1/4 ચમચી – બેકિંગ સોડા
સ્વાદાનુસાર – મીઠું
બનાવવાની રીત
સૌ પ્રથમ કઢાઇ છોલે બનાવવા માટે ચણાને આખી રાત પલાળી રાખો. સવારે તેમાથી પાણી નીકાળીને તેને કૂરરમાં પાણી, મીઠું અને બેકિંગ સોડા ઉમેરીને બાફી લો. તેમા એક સીટી વાગવા દો. તે બાદ 10 મિનિટ સુધી ધીમી આંચ પર ચઢવા દો. હવે તેને ગાળી લો અને રાખી મૂકો. હવે એક ગેસ પર પેન ગરમ કરો અને તેમા બે ચમચી ઘી ઉમેરી લો અને તેમા જીરૂ તેમજ અજમો ઉમેરી લો. હવે તેમા લાંબા કટ કરેલા મરચા, આદુ ઉમેરો. તે બાદ તેમા મીઠુ, લાલ મરચું, ધાણા પાવડર, ગરમ મસાલો, આમચૂર પાવડર, ડુંગળી, ટામેટા અને કોથમીર ઉમેરીને બરાબર મિક્સ કરી લો. તે બરાબર સાંતળી લો એટલે તેમા તૈયાર ચણા ઉમેરી લો. તેને બરાબર મિક્સ કરો. ત્યાર પછી 5 મિનિટ ધીમી આંચ પર તેને ચઢવા દો. તૈયાર છે કઢાઇ છોલે મસાલા…