પાતળી, સ્લિમ ટ્રિમ કમર દરેક લોકોની ઇચ્છા હોય છે. દરેક છોકરીઓ ઇચ્છે છે કે તેની કમર કોમળ અને પાતાળી હોયય પરંતુ વધતા પેટની ચરબીને કારણે એવું કરી શકતા નથી. જે મહિલાઓ આખો દિવસ ઓફિસમાં કામ કરે છે તેમની કમર બેડોળ થઇ જાય છે. જેનાથી તેમની સુંદરતા ખૂબ ખરાબ લાગે છે. પરંતું જો તમે પણ તમારી કમરને પાતળી બનાવવા માંગો છો તો આ ઉપાય અજમાવી શકો છો. તો આવો જોઇએ કમરને કેવી રીતે સુંદર બનાવી શકાય.
– કમરનું આકર્ષણ ખતમ ન થાય તે માટે ખાવાનામાં વિશેષ ધ્યાન આપવું જોઇએ. સંતુલિત આહારને પણ સામેલ કરી શકો છો. તે સિવાય તમારે કેલરી યુક્ત ભોજનથી દૂર રહેવું જોઇએ.
– કમરને પાતળી રાખવા માટે નિયમિત રીતે રોજ વ્યાયામ કરવું જોઇએ તેની સાથે રોજ દોરડા કૂદવા જોઇએ. તરવું જોઇએ. તેનાથી કમર પાતળી થવા લાગે છે અને તમે કોઇપણ દવા વગર સહેલાઇથી કમર પાતળી કરી શકો છો.
– બેસવાની મુદ્રોનું પણ વિશેષ ધ્યાન રાખવું જોઇએ. જે મહિલાઓ ઓફિસમાં કામ કે છે તે લોકોએ થોડીક થોડીક સમયે તેમની ખુરશીથી ઉભા થઇને ચાલવાની આદત પાડવી જોઇએ.
– રાતે સૂતા સમયે કમર પર કઇ બાંધવું નહીં. કમરને ઢીલી કરીને સૂવુ જોઇએ નહીંતર કમરની નસો પર જોર પડે છે. જે કમરને બેડોળ બનાવી દે છે.
– કમરમાં રિંગ નાખીને તેને ફેરવવી જોઇએ. તેનાથી કમરની કસરત પણ થઇ જશે અને સાથે થોડાક દિવસમાં કમર પણ પાતળી થશે અને ચરબી પણ વધશે નહીં.
– ઉંચી એડીના સેન્ડલ ન પહેરવા જોઇએ કારણકે તેનાથી કમર અને હિપ્સનો ભાગ વધી શકે છે.
– ચાલવાનો અંદાજ પણ કમરની સુંદરતાને ખરાબ કરી શકે છે જેના માટે ચાલવામાં પણ ધ્યાન રાખવું જોઇએ. જેનાથી કમરની લચક યોગ્ય રહેશે.