ઓછી હાઇટને કારણે ઘણા લોકો પરેશાન રહે છે. તમે ઘણી વખત જોયું હશે કે ઓછી ઉંચાઇને કારણે ઘણા લોકોને તેમના કરિયરમાં સમસ્યાનો સામનો કરવો પડે છે. કેટલીક વસ્તુઓ એવી હોય છે કે જેમા કદનું ખૂબ મહત્વ હોય છે. જેને લઇને તે લોકોઅ શરમ અનુભવવી પડે છે. તેના માટે ઘણા લોકો અનેક પ્રકારના ઉપાય કરતા રહે છે. જેનાથી કદ તો વધતુ નથી. પરંતુ તેનાથી રિએક્શન જરૂર આવે છે. આ દવાઓ ફાયદો પહોંચાડલા કરતા વધારે સ્વાસ્થ્યને નુકસાન પહોચાડે છે. જેથી આજે અમે તમને કેટલાક એવા ઘરેલું નુસખા અંગે જણાવીશું જેનાથી તમારી હાઇટ વધી શકે.
ખોરાક
હાઇટ વધારવા માટે પ્રોટીન, કેલ્શ્યિમ, વસા અને આયરનને આહારમાં સામેલ કરવા દોઇએ। તે સિવાય વધારે પ્રમાણમાં શાક અને ફળોનું પણ નિયમિત રીતે સેવન કરવું જોઇએ.
કાળા મરી
લંબાઇ વધારવા માટે રોજ બે કાળામરીના ટૂકડા 20 ગ્રામ માખણમાં મિક્સ કરીને ગળી જોવ, દેશી ગાયનું દૂધ કદ વધારવામાં વિશેષ મદદરૂપ થાય છે. આ ઉપાય તમે અપનાવી શકો છો.
પૂરતી ઊંઘ
આ વાતથી ઇન્કાર ન કરી શકાય કે લંબાઇ જેની પર નિર્ભર કરે છે પરંતુ આ વાતને નકારી શકાય પણ નહીં કે પૂરતી ઊંઘ સ્વસ્થ લાઇફસ્ટાઇલ અને શરીરને દરેક વૃદ્ધિ અને વિકાસ માટે સૌથી બેસ્ટ ઉપાય છે. પૂરતી ઊંઘ આ સુનિશ્ચિત કરે છે કે તમારી હાઇટ અને વજન બરાબર રહે.
અશ્વગંધા ચૂરણનું સેવન કરો
આયુર્વેદમાં હાઇટ વધારવા માટે અશ્વગંધા એક અસરકારક ઔષધી છે. તેનું ચૂરણ દરેક જગ્યાએ ઉપલબ્ધ છે તમને બે ચમચી અશ્વગંધા ચૂરણ એક ગ્લાસ દેશી ગાયના દૂધમાં મિક્સ કરીને રોજ રાતે સૂતા પહેલા પીવું જોઇએ. જેનાથી સારુ પરિણામ મળે છે.