બહાર જવા માટે આજકાલ લોકો પોતાની ગાડીનો ઉપયોગ કરતા હોય છે. ગાડી વગર આજકાલ કોઇપણ બહાર જતા નથી અને ન તો ચાલતા જવાનું પસંદ કે છે. પરંતુ પહેલાના સમયમાં લોકો ક્યાંય પણ જવા માટે સાયકલનો ઉપયોગ કરતા હતા. જેનાથી તેમનું શરીર તંદુરસ્ત રહેતું હતું. જો તમે પણ રોજ 30 મિનિટ સુધી સાયકલ ચલાવો છો તો તેનાથી તમારું શરીર હંમેશા માટે સ્વસ્થ રહી છે. સાયકલ ચલાવવી તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. તેનાથી તમે હેલ્ધી અને ફીટ પણ રહી શકો છો અને કોઇપણ બીમારીનો શિકાર થતા નથી. આવો જાણીએ સાયકલ ચલાવવાથી થતા કેટલાક ફાયદા અંગે જે તમે નહીં જાણતા હોવ.
સાયકલ ચલાવવાના ફાયદા
– આજકાલ ખાસ કરીને ઘણા લોકો હૃદયની બીમારીથી પરેશાન રહે છે. પરંતુ સાયકલ ચલાવવાથી હૃદયની બીમારીઓ થવાનો ખતરો ઓછો થઇ જાય છે. સાયકલ ચલાવવાથી દિમાગમાં સિરોટોનિન અને ડોપામાઇન જેવા રસાયનનો સ્ત્રાવ થાય છે. જેનાથી તમારુ હૃદય હંમેશા સ્વસ્થ રહે છે.
– સાયકલ ચલાવતા સમયે તમે ઝડપથી શ્વાસ લો છો. જેનાથી તમારી ત્વચને ભરપૂર પ્રમાણમાં ઓક્સીજન મળી શકે છે. જેથી ત્વચાને લગતી સમસ્યાઓ પણ તમારાથી દૂર રહે છે.
– રોજ સાયકલ ચલાવવાથી તમારી ત્વચા લાંબો સમય સુધી જવાન રહે છે. તે સિવાય સાયકલ ચલાવવાથી તમારા હાડકાઓ પણ મજબૂત થઇ જાય છે. ખાસ કરીને આજકાલ ઘણા લોકો સાંધાના દુખાવા સહિત હાડકાની સમસ્યાઓથી પરેશાન રહે છે, તો સાયકલ ચલાવવી ફાયદાકારક હોય છે.
– જો તમને શુગરની સમસ્યા છે તો રોજ અડધો કલાક સાયકલ જરૂરથી ચલાવો. સાયકલ ચલાવતા પહેલા ભરપૂર પ્રમાણમાં પાણી પીવું જોઇએ.