નાના હોય કે મોટા, રજાના દિવસે દરેક લોકો કંઇક સ્પેશ્યિલ ખાવાનાની ડિમાન્ડ કરે છે. એવામાં તમે ઘરે પિજા કુલચા સેન્ડવિચ બનાવી શકો છો. ખાવામાં ટેસ્ટી હોવાની -સાથે તેને બનાવવામાં પણ ઓછો સમય લાગે છે.સાથે જ તે બનાવવામાં સહેલી છે. તો આવો જોઇએ ઘરે કેવી રીતે બનાવાય પિજા કુલચા સેન્ડવિચ…
સામગ્રી
2 નંગ – કુલચા
1/2 કપ – કેપ્સિકમ સમારેલા
1/2 કપ – ગાજર સમારેલા
1/2 કપ – ટામેટા સમારેલા
1/2 કપ – સ્વીટ કોર્ન
1/2 ચમચી – કાળામરી
2 ચમચી – પિજા સોસ
1/2 કપ – મોજરેલા ચીઝ
1 ચમચી – ટોમેટા સોસ
2-3 ચમચી – માખણ
સ્વાદાનુસાર – મીઠું
બનાવવાની રીત
સૌ પ્રથમ પિઝા કુલચા સેન્ડવીચ બનાવવા માટે એક પેનમાં માખણ ઉમેરીને ગરમ કરો. તે બાદ તેમા ગાજર, કેપ્સિકમ, સ્વીટ કોર્ન ઉમેરીને શેકો હવે તેમા મીઠું, કાળામરી અને ટામેટા ઉમેરી દો. ત્યાંર સુધી બટરથી કુલચાને બન્ને તરફ શેકી લો. હવે તેની એક સાઇડ પિજા સોસ ઉમેરીને કુલચા પર ફેલાવો. સ્ટફિંગ માટે મોજરેલા ચીઝને છીણી ને તેની પર સ્પ્રેડ કરો. હવે તેની પર તૈયાર મસાલો ફેલાવી દો. તે બાદ બીજા કુલચાને તેની પર રાખી દો. હવે ધીમી આંચ પર તેને ઢાંકીને પેન પર ગરમ કરો. જ્યારે કુલચા બન્ને સાઇડથી ગોલ્ડન બ્રાઉન રંગના થઇ જાય તો ગેસ બંધ કરી દો. તૈયાર છે પિઝા કુલચા સેન્ડવીચ, જેને સોસ સાથે ગરમા ગરમ સર્વ કરો.