કાજલ તમારી આંખોને સુંદર બનાવે છે અને તેને યોગ્ય રીતે લગાવવામાં આવે થો તમારા ચહેરાને સુંદર બનાવી દે છે. કાજલની મદદથી આંખોના આકર્ષણને વધારવામાં મદદ મળે છે. પરંતુ મહિલાઓની સામે આ એક સમસ્યા આવે છે. કાજલ ફેલાઇ જવાના કારણે તેમનો ચહેરો ખરાબ થઇ જાય છે. પરંતુ જો તમે આ રીતે કાજલ લગાવશો તો તે ક્યારેય નહીં ફેલાય. તો આવો જોઇએ કેવી રીતે લગાવવી જોઇએ કાજલ…
– જો તમારી આંખની આસપાસ વધારે પ્રમાણમાં ઓઇલ રહેશે તો તમારી કાજલનો લૂક ખરાબ થઇ શકે છે. જો તમારી પાંપણ ઓઇલી છે તો થોડીક-થોડીક વાર બાદ તેને રૂની મદદથી સાફ કરતા રહો.
– હંમેશા એવી કાજલ પસંદ કરો જે સમ્જ-ફ્રી અને વોટરપ્રુફ હોય. વોટરપ્રૂફ કાજલ ફેલાતી નથી અને તે લાંબા સમય સમય સુધી ટકી રહે છે.
– કાજલ લગાવતા પહેલા ખૂબ જરૂરી છે કે તમે તમારા ચહેરાને ટોનરથી સાફ કરી લો. તેનાથી ત્વચા પર રહેલું તેલ સાફ થઇ જશે. જેથી કાજલ ફેલાવાનો ડર ઓછો થઇ જશે અને કાજલ ફેલાશે નહીં.
– આંખો પર કાજલ લગાવતા પહેલા આંખોની નીચે થોડોક પાવડર લગાવી લો. ઓઇલી સ્કિન પર કાજલ જલદી ફેલાઇ જાય છે તો તેને ફેલાવવાથી બચાવવા માટે ત્વચાને સાફ રાખવી જરૂરી છે. આંખોની નીચે બ્રશ કે પાવડર સ્પંજનો ઉપયોગ કરો.