તમે સ્વીટ કોર્નની તો અનેક વાનગીઓ ટ્રાય કરી હશે. પરંતુ શુ તમે ક્યારેય સ્વીટ કોર્ન રાઇસ ટ્રાય કર્યા છે. જો ના તો આજે અમે તમારા માટે સ્વીટ કોર્ન રાઇસની રેસીપી લઇને આવ્યા છીએ. જે બનાવવામાં સહેલા અને ઝડપથી બની જાય છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય સ્વીટ કોર્ન રાઇસ..
સામગ્રી
1 નાનો બાઉલ – સ્વીટ કોર્ન બાફેલા(હળદર-મીઠા વાળા)
1 બાઉલ – રાંધેલા ભાત
1/2 ચમચી – રાઇ અને જીરૂ
1 નંગ – લીલુ મરચું
2 ચમચી – તેલ
1 ચમચી – કોથમીર
બનાવવાની રીત
એક તપેલીમાં અડધો ગ્લાસ પાણી લઈ મીઠું, હળદર નાખી સ્વીટ કોર્ન પાંચ મિનિટ સુધી બફાવા દેવા. પછી ચાળણીમાં કાઢી સૂકા થઈ જવા દેવા. એક કઢાઇમાં તેલ નાખી તેમાં લીલાં મરચાં, રાઈ-જીરું નાખી સ્વીટ કોર્ન નાખી થોડી વાર હલાવવું. એમાં પ્રમાણસર મીઠું, હળદર નાખી અને પછી ભાત નાખી હલાવી નાખવું અને ગેસ પરથી નીચે ઉતારી લેવું. તેની પર કોથમીરથી ગાર્નિશ કરો. તૈયાર છે સ્વીટ કોર્ન રાઇસ…