મહિલાઓમાં નાક વીંધાવવું ખૂબ જરૂરી હોય છે. જે તેમના સોળ શ્રૃંગારને પૂરા કરે છે. નાક વીંધવવાથી છોકરીઓના લુકમાં ચાર ચાંદ લાગી જાય છે. હિન્દુ ધાર્મિક ગ્રંથો અનુસાર સ્ત્રીનું નાક વીંધાવવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કારણકે તેનાથી સ્ત્રીની સંપૂર્ણતા માલૂમ પડે છે.પરંતુ નાક વીંધાવતા સમયે કેટલીક એવી વાતો હોય છે જેને ધ્યાનમાં રાખવી ખૂબ જરૂરી હોય છે.
નાક વીંધાવતા પહેલા
– નાક વીંધાવતા સમયે ધ્યાનમાં રાખો કે જે દિવસે નાક વીંધાવો છો તો તેના થોડાક દિવસ પહેલા તેને નરમ કરવાની કોશિશ કરો. નહીંતર દુખાવાની અનુભૂતિ થઇ શકે છે.
-જે નોઝ રીંગ(ચુની) પહેરવી છે તેની પસંદગી પહેલાથી કરી લો. એટલે કે પાછળથી કોઇ મુશ્કેલી ના પડે.
– નાક વીંધાવતા સમયે ધ્યાન રાખો કે શિયાળા દરમિયાન નાક ન વીંધાવો. કારણકે શિયાળામાં ત્વચા પહેલાથી જ ડ્રાય હોય છે. જેના કારણથી નાક વીંધાવતા સમયે મુશ્કેલી પડી શકે છે.
– નાક વીંધાવ્યા પછી તેને વારંવાર અડો નહી અને વારંવાર નીકાળવી પણ ન જોઇએ, જેના કારણથી પણ સમસ્યા થઇ શકે છે.
નાક વીંધાવ્યા બાદ
– નાક વીંધાવી લીધા બાદ તેની સાચવણી ત્રણ મહીના સુધી કરવી જોઇએ, નહીંતર સોજો આવી જાય છે.
– નાક વીંધાવ્યા બાદ હળદરમાં ઘી ઉમેરીને હળવું ગરમ કરીને નાક પર લગાવવાથી રાહતનો અનુભવ મળે છે.
– નાક વીંધાવી લીધા બાદ થોડીક ખાંડ ખાય લો. કારણકે તેનાથી સંક્રમણ થતું નથી.
– તેની નિયમિત રીતે સ્વચ્છકતા કરો કારણકે તેને સ્વસ્છ રાખવાથી સંક્રમણ થઇ શકતું નથી.
– તેનાથી થનારા દુખાવાથી ગભરાવવું હી. પરંતુ તેને સહન કરવાની ક્ષમતા રાખવી જોઇએ.