વાળમાં ખાસ કરીને ડ્રાયનેસ જોવા મળે છે. શિયાળામાં વાળ ડ્રાય થઇ જવાના કારણે મહિલાઓ ચિંતામાં આવી જાય છે. વાળ ડ્રાય થવાને કારણે વાળને વધારે નુકસાન થઇ શકે છે અને ઘણા લોકો આ સમસ્યાથી પરેશાન રહે છે. જેથી આજે અમે તમારા માટે કેટલાક એવા ઉપાય લઇને આવ્યા છીએ જેની મદદથી તમે વાળની ડ્રાયનેસને દૂર કરીને સુંદર બનાવી શકો છો.
ઇંડાનો પેક
ઇંડાની જરદી વાળ માટે તો ખૂબ ફાયદાકારક છે. સાથે તેમા રહેલા પ્રોટીને કારણે વાળને પોષણ આપે છે. તેના માટે બે ઇંજા લો અને તેને બરાબર ફેટી લો. તે બાદ તેમા એક ચમચી મધ અને દહીં મિક્સ કરી લો. તેને બરાબર મિક્સ કર્યા બાદ વાળમાં લગાવી લો અને કલાક બાદ તમે તેને પાણીથી બરાબર ધોઇ લો અને શેમ્પુ કરી લો.
મધ
સ્વાસ્થય મધની સાથે ફાયદાકારક માનવામાં આવે છે. પરંતું શુ તમને ખબર છે કે મધ વાળને સિલ્કી અને હેલ્ધી બનાવવામાં મધનો ઉપયોગ કરવામાં આવી શકે છે. જેના માટે બે કપ ગરમ પાણીમાં એક ચમચી મધ મિક્સ કરી લો અને તેને બરાબર મિક્સ કરી લો. તે બાદ તેને વાળ પર લગાવીને રાખી મૂકો, અડધા કલાક બાદ તેને ધોઇને શેમ્પુ કરો. જેનાથી વાળ નરમ થઇ જાય.
માયોનિઝ
માયોનિજનો ઉપયોગ કરવા માટે તેને લઇને ભીના વાળમાં માલિશ કરી લો. માલિશના એક કલાક બાગ શાવર કેપથી વાળને ઢાંકી લો. એક કલાક બાદ વાળને શેમ્પુની મદદથી નવશેકા પાણીથી ધોઇ લો.