રાજકોટના શ્રી ભારદિયા પરિવાર દ્વારા પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ સ્નેહ મિલનઅને વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ યોજાયો હતો. આ વર્ષના સ્નેહ મિલનમાં સુનિલ પંજવાણીનો કરાઓકે આધારીત સંગીતમય કાર્યક્રમ એક શામ મુકેશ કે નામ રાખવામાં આવ્યો હતો. પરિણામે સ્નેહમિલન સંગીતમય બન્યું હતું. સુનિલભાઇ પંજવાણીની સાથે કમલેશભાઇ ભારદિયા, ભરતભાઇ ભારદિયાએ પણ ગીતો રજુ કર્યા હતા. તો જીજ્ઞાબેન વાલંભિયાએ પણ સુનિલભાઇની સાથે ડયુએટમાં ગીતો ગાઇને સૌની વાહ મેળવી હતી. સંગીતના કાર્યક્રમનું સંચાલન જયેશભાઇ વાલંભિયાએ કર્યું હતું.
વિદ્યાર્થીઓને ઇનામ ખીમજીભાઇ જેરામભાઇ ભારદિયા પરિવારના શાંતિભાઇ ભારદિયા તરફથી સ્પોન્સર કરાયા હતા. પ્રમુખ અશોકભાઇ વલ્લભભાઇ, મંત્રી કમલેશભાઇ, ખજાનચી નટુભાઇ ઉપરાંત જગુભાઇ ભારદિયા સહિતના મહાનુભાવોના હસ્તે ઇનામો અપાયા હતા. ભોજન સમારંભ બાદ સૌએ સંગીતમય કાર્યક્રમ એક શામ મુકેશ કે નામ મન ભરી માણ્યો હતો.