આંબળા સ્વાસ્થ્ય માટે ખૂબ વધારે ફાયદાકારક છે. તેને ખાવાની સાથે તમારી ત્વચા અને વાળ પર પણ લગાવી શકો છો. ખાસ કરીને આંબલા વાળ માટે ખૂબ જ સારા છે. તે વાળને કાળા કરવાની સાથે તેને ભરાવદાર પણ બનાવે છે. ચાલો આજે અમે તમને તેના કેટલાક ઉપાય જણાવીશું.
જો તમારા વાળ સમયથી પહેલા સફેદ થઇ ગયા અને વાળ ખરવાની સમસ્યા થઇ રહી છે તો તમે આંબળા અને શિકાકાઇનો ઉપયોગ કરી શકો છો. તે વાળને પોષણ આપવાની સાથે વાળની ગંદકી પણ દૂર કરે છે તેનાથી તમારા વાળનો ગ્રોથ સારી રીતે થાય છે.
સામગ્રી
2 ચમચી – આંબળા પાવડર
2 ચમચી – શિકાકાઇ પાવડર
4 ચમચી – ચા પત્તીનું પાણી
બનાવવાની રીત
– સૌ પ્રથમ એક વાસણમાં ચાની પત્તીને પાણીને સાથે ઉકાલી લો.
– તે બાદ તે પાણીને ઠંડુ કરો અને પાણી ઠંડુ થાય એટલે આંબળા અને શિકાકાઇનો પાવડર ઉમેરો.
– આ પેસ્ટને સ્કેલ્પની સાથે આખા વાળમાં લગાવી લો.
– પેસ્ટને 40 મિનિટ સુધી રહેવા દો. સૂકાઇ જવા દો.
– તે બાદ તેને ઠંડા પાણીથી ધોઇ લો. શેમ્પુ કરવાની જરૂરત નથી.
– આ ઉપાયથી થોડાક દિવસમાં તમને ફરક જોવા મળશે.