શિયાળાની શરૂઆત થઇ ગઇ છે અને શિયાળામાં તમે અવનવી વાનગી બનાવો છો તો આજે અમે તમારા માટે એક સરસ રેસીપી લઇને આવ્યા છીએ. જેને તમે ગરમા ગરમા ખાવાની મજા પડશે, ખાસ કરીને લીલી ડુંગળી શિયાળામાં ખાવાથી અઢળક ફાયદા થાય છે. તો આજે અમે તમારા માટે લીલી ડુંગળી અને સેવનું શાક કેવી રીતે બનાવાય તેની રેસીપી લઇને આવ્યા છીએ.
બનાવવાની રીત
સૌ પ્રથમ લીલી ડુંગળીને ઝીણી સમારી લેવી, હવે એક વાસણમાં તેલ ગરમ કરવું, તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને જીરું નાખી તતડવા દેવા, તે તતડી ગયા બાદ હિંગ નાખી તરત સમારેલ ડુંગળી નાખવી, હલાવીને સેવમાં મીઠું હોવાથી ડુંગળીના માપનું જ મીઠું ઉમેરવું, બાકીના મસાલા હળદર, ધાણા પાઉડર, લાલ મરચું ઉમેરી ડુંગળી કુક થવા દેવી, લીલી ડુંગળીમાં કુદરતી પાણી હોવાથી તે જલ્દી પાકી જશે, હવે તેમાં જો રસો કરવો હોય તો 1/4 ગ્લાસ જેટલું પાણી ઉમેરવું નહીતર ડાયરેક્ટ ઝીણી સેવ નાખીને શાક હલાવીને ગેસ બંધ કરી દેવો, તૈયાર છે સ્વાદિષ્ટ લીલી ડુંગળી અને સેવનું શાક…