લોહી આપણા શરીરનો મહત્ત્વનો ભાગ છે. રક્તનલિકાઓ દ્વારા લોહીનો પ્રવાહ શરીરના અલગ અલગ ભાગોમાં જાય છે. લોહી ઓક્સિજન વાહક તરીકે પણ ઓળખાય છે, કારણ કે તે શરીરના અલગ અલગ ભાગમાં ઓક્સિજન પહોંચાડવાનું કામ પણ કરે છે. દરેક મનુષ્યનું બ્લડ ગ્રૂપ અલગ અલગ હોય છે. દરેક મનુષ્યનું બ્લડ ગ્રૂપ તેના પરિવારમાંથી આવે છે. આ એક આનુવંશિક ગુણ છે. મનુષ્યનું બ્લડ ગ્રૂપ ક્યારેય પણ બદલાતું નથી. તેમના શરીરમાં એન્ટિજન્ટ અને એન્ટિબોડી નામનાં બે તત્ત્વ હોય છે, જે પ્રોટીનના અણુ હોય તેના આધારે મનુષ્યનું બ્લડ ગ્રૂપ નક્કી થાય છે. એક સ્વસ્થ વ્યક્તિના શરીરમાં લગભગ ચારથી છ લિટર લોહી હોય છે. બ્લડ ગ્રૂપની શોધ ૧૯૦૭માં કાર્લ લેન્ડસ્ટિનરે કરી હતી. તેમણે A, B અને C એમ ત્રણ પ્રકારનાં બ્લડ ગ્રૂપની શોધ કરી હતી.