બોલિવૂડની ઘણી અભિનેત્રી જેમ કે, શિલ્પા શેટ્ટી, દીપિકા પાદુકોણ, બિપાસા બાસુ અને નંદિતા દાસ સહિતની કેટલીક અભિનેત્રીઓ શ્યામ હોવા છતા હાલ સુંદર દેખાય છે અને તેમની સ્કિન હાલ ગ્લો કરે છે. જો તમારી સ્કિન પણ કાળી છે તો તમારે મોંઘામાં મોંઘા બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ કરવાની જરૂર નથી. કારણકે અમે આજે કેટલાક ઘરેલું ઉપાય લઇને આવ્યા છીએ જેનાથી તમે શ્યામ ચહેરાને સુંદર બનાવી શકો છો.
એલોવેરા પેક
એલોવેરા સ્કિન માટે કોઇ વરદાનની જેમ છે. તેમા રહેલા એન્ટી ઓક્સીડેન્ટ ગુણ ત્વચાની દરેક સમસ્યા જેવી કે કરચલી, ખીલ તેમજ ડાઘ-ધબ્બા દૂર કરવામાં મદદ કરે છે. તો તેના માટે તમે એલોવેરાનો ઉપયોગ કરી શકો છો. જો તમે પણ કાળી ત્વચાને ધોળી કરવા માંગો છો તો તમે એલોવેરાનો ઉપયોગ કરી શકો છો. એલોવેરા જેલને તમે તમારા ચહેરા પર લગાવી લો. જેથી થોડાક દિવસ આ ઉપાય કરશો તો તમને ફરક જોવા મળશે. જેલને રાતે લગાવી દો, સવારે ચહેરાને સાદા પાણીથી ચહેરાને ધોઇ લો.
લીંબૂનો ફેસ પેક
શ્યામ ત્વચામાં ચકમ લાવવા તમે મધ અને લીંબુથી બનેલા ફેસપેકનો ઉપયોગ કરી શકો છો. લીંબુમાં કુદરતી બ્લીચિંગ ગુણ હોય છે. જે તમારી ત્વચામાં ચમક લાવે છે. તે સિવાય મધ તમારી સ્કિનમાં કુદરતી ભેજ પ્રદાન કરે છે. આ બન્ને વસ્તુને મિક્સ કરી દેવામાં આવે તો તમને બમણો ફાયદો થાય છે. જેના માટે તમે એક ચમચી મધમાં અડધી ચમચી લીંબુનો રસ અને ગ્લિસરીન મિક્સ કરીને ફેસપેક બનાવી લો. 5-10 મિનિટ ચહેરા પર લગાવી લો. તે સૂકાઇ એટલે હાથમાં ગુલાબજળ લઇને ચહેરાની મસાજ કરી સાફ કરી લો. આ ફેસપેકને અઠવાડિયામાં બે વખત લગાવો. આમ કરવાથી ચહેરામાં થોડાક દિવસમાં ચમક આવી જશે.