રાજકોટ સ્વામીનારાયણ ચોકથી બસની વ્યવસ્થા
સુરેન્દ્રનગર જીલ્લાના લખતર તાલુકામાં આવેલ તલસાણિયા ગામમાં શ્રી તલસાણિયા દાદાના મંદિર અને શ્રી અશ્ર્વયાલ ભવન ખાતે તા. રપને સોમવારના રોજ સતત ૯માં વર્ષે એક દિવસીય ધ્વજા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન શ્રી ગુ.સુ. સમસ્ત તલસાણિયા પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે.
સોમવારે સવારે ૧૦.૩૦ કલાકે સુરાપુરા દાદાની પુજન વિધિ થશે. તથા તલસાણિયા દાદાની ધ્વજા ચડાવાશે બપોરે ૧ર વાગ્યે મહાપ્રસાદ રાખવામાં આવેલ છે.
મહાપ્રસાદના દાતા ગુણવંતભાઇ ધરમશીભાઇના વિજયભાઇ, ગુણવંતભાઇ, દિપકભાઇ અને નરેન્દ્રભાઇ છે. આવતા વર્ષ માટે દાતાઓ નામ નોંધાવી શકે છે.
આ વર્ષે હવન કરવાનો હોય હવનમાં બેસવા ઇચ્છતા લોકો સાતક તરીકે નામ કાર્યક્રમના બે દિવસ પહેલા લખાવી શકે છે.