એવું જોવામાં આવે છે કે આપણે સામાન્ય કિંમતનું કેલકયુલેટર - મોબાઇલ કે વાહન ખૂબ જ જતનથી સાચવતા હોઇએ છીએ, પરંતુ લાખોની કિંમતની આપણી મિલ્કતની ફાઇલ-ટાઇટલ પ્રત્યે ઉપેક્ષા સેવીએ છીએ.
વડગામા એસોસીએટસના એડવોકેટોએ તેમની વર્ષોની પ્રેકટીસ દરમ્યાન જોયું છે કે મિલ્કતની ફાઇલ એડવોકેટને ત્યારે જ બતાવવા જાય છે જયારે મિલ્કત વેચવાની હોઇ કે લોન મેળવવાની હોઇ અને ત્યારે જ ખ્યાલ આવે છે કે મિલ્કતની ફાઇલમા ઘણા ડોકયુમેન્ટસ-ટાઇટલ ખુટે છે ત્યારે ખર્ચ અને સમય લાગે છે અને અનેક કાયદાકીય ગુંચવળ ઉપસ્થિત થાય છે.
મિલકત ધારકોની આવી મુશ્કેલી નિવારવા અને મિલ્કતધારકો પોતાની મિલ્કત ફાઇલ પ્રત્યે જાગૃત થાય તેવા શુભ આશયથી રાજકોટની ખ્યાતનામ એડવોકેટ ફર્મ વડગામા એસોસીએટસએ એક નવતર પ્રયોગ હાથ ધરેલ છે.
રાજકોટમાં સૌપ્રથમ નિ:શુલ્ક મિલ્કત ટાઇટલ નિદાન કેમ્પનું તા. ૨૩-૧૧-૨૦૧૯ને શનિવારના રોજ સવારે ૯.૦૦ થી બપોરના ૧.૦૦ વાગ્યા સુધી તેમની ઓફીસ : વડગામા એસોસીએટસ, ૧૦-ગોપાલનગર કોર્નર, ઢેબર રોડ(સાઉથ), રાજકોટ ખાતે આયોજન કરવામાં આવેલ છે જેમાં કોઇપણ વ્યકિત તેની મિલ્કત ફાઇલની નિ:શુલ્ક ચકાસણી કરાવી શકશે.
મિલ્કતની ફાઇલ ચકાસણી કરાવવા આવનાર વ્યકિતએ તેની અસલ ફાઇલ સાથે લાવવી જરૂરી છે અને તે અસલ ફાઇલ વડગામા એસોસીએટસના બાહોશ વકીલશ્રીઓ-અશ્ર્વિનભાઇ એન. વડગામા, કુંજનભાઇ આર. વડગામા દ્વારા ચકાસી આપવામાં આવશે અને ફાઇલ ચકાસી તુરંત પરત આપી દેવામાં આવશે.