શિયાળો આવતાની સાથે ગુજરાતી લોકો અવનવી વાનગીઓ બનાવતા હોય છે. આ ઉપરાંત શિયાળામાં લીલી ડુંગળીમાં પણ મોટા પ્રમાણમાં મળતી હોય છે. તો આજે અમે તમારા માટે લીલી ડુંગળીની કઢીની રેસીપી લઇને આવ્યા છીએ. જે ખાવામાં સ્વાદિષ્ટ અને ઝટપટ બની જાય છે. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય લીલી ડુંગળીની કઢી.
જરૂરી સામગ્રી
1/2 લીટર – ખાટી છાશ
1/2 કપ – ચણાનો લોટ
4-5 નંગ – લીમડો
1/2 ચમચી – રાઈ
2 ચમચી – ઘી
1 ચમચી – લાલ મરચું
1 ચપટી – હીંગ
1/2 ચમચી – હળદર
1 ચમચી – કોથમીર
1 ચમચી – લીલા મરચાં
4-5 કળી – લસણ
1 ટૂકડો – આદુ
250 ગ્રામ – લીલી ડુંગળી
સ્વાદાનુસાર – મીઠું
1-2 નંગ લવિંગ
બનાવવાની રીત
સૌ પ્રથમ લીલી ડુંગળીની કઢી બનાવવા માટે લીલાં મરચા, લસણ અને આદુ ક્રશ કરી લો. લીલી ડુંગલીને ઝીણી સમારી લો. ત્યાર પછી છાશમાં ચણાનો લોટ, મીઠુ, મરચું, હળદર, અને ધાણાજીરું મિક્સ કરીને બરાબર મિક્સ કરી લો. હવે એક વાસણમાં ઘી ગરમ કરો. તેમા રાઈ, હિંગ, લીમડો અને લવીંગ નાખો. રાઈ તતડ્યા પછી તેમા લીલી ડુંગળી અને આદુ-મરચાં લસણની પેસ્ટ નાખીને તેને થોડું સાંતળી લો. તે બાદ તેમાં છાશનું મિશ્રણ નાખો. સતત હલાવતા રહો. ઉભરો આવે ત્યાં સુધી તેને હલાવતાં રહો અને ત્યાર પછી તેને 5 મીનિટ સુધી કઢીને ઉકળવા દો. હવે તેની પર કોથમીરથી ગાર્નિશ કરી લો. જેને તમે બાજરી કે મકાઇના રોટલા જોડે ટ્રાય કરી શકો છો. તૈયાર છે. લીલી ડુંગળીની સ્વાદિષ્ટ કઢી..