ઘણા લોકો તેમના કાળા હોઠને કારણે પરેશાન રહે છે તેને ગુલાબી કરવા માટે અવનવા ઉપાય છે. તેમજ બજારમાં મળતા લિપબામ અને સ્ક્રબનો ઉપયોગ રકે છે. જે તમે ઘરે સહેલાઇથી બનાવી શકો છો. તો આવો જોઇએ ઘરગથ્થુ ઉપચારથી કેવી રીતે તમે તમારા હોઠને પિંક બનાવી શકો છો.
ચોખા
ચોખાની મદદથી પણ હોઠની કાળાશ દૂર કરી શકાય ચે તમે થોડાક ચોખા લો અને તેને પીસી લો. તે બાદ તેમા વેસેલીન ઉમેરીને સ્ક્રબ તૈયાર કરી લો. આ સ્ક્રબને તમે હોઠ પર 3 મિનિટ સુધી રગડી લો. આમ કરવાથી હોઠ પરની કાળાશ દૂર થશે અને તમારા હોઠ ચમકવા લાગશે.
બીટ
બીટને સ્વાસ્થ્ય માટે લાભદાયી માનવામાં આવે છે. તેને ખાવાથી શરીરમાં લોહીની ઉણપ રહેતી નથી. જ્યારે બીટનો રંગ ગુલાબી હોય છે અને તેને હોઠ પર લગાવી હોઠને પ્રાકૃતિક રીતે ગુલાબી કરી શકાય છે. બીટને સૂકાવીને તમે તેનું સ્ક્રબ તૈયાર કરી લો અને રોજ તેને હોઠ પર લગાવો આ સ્ક્રબને હોઠ પર લગાવવાથી હોઠ ગુલાબી થઇ જાય છે.
– જેના માટે તમે એક બીટ લો તેને ધોઇને કટ કરી લો અને તેને તડકામાં સૂકવી દો. તે સૂકાઇ જાય એટલે તેને પીસીને એક પાવડર તૈયાર કરી લો. તે બાદ ખાંડને પીસી લો અને તેમા આ પાવડર ઉમેરો. આ સ્ક્રબને ડબ્બામાં બંધ કરીને રાખો. જ્યારે આ સ્ક્રબ ઉપયોગ કરો તો તેમા ગ્લિસરીન ઉમેરી લો અને તેને હોઠ પર રગડી લો. જેથી તમને થોડાક દિવસમાં ફરક જોવા મળશે.