ખાવા-પીવાને કારણે મોટાભાગના લોકોમાં પથરીની સમસ્યા જોવા મળે છે. કિડની સ્ટોનમાં લોકોને અસહ્ય પીડા, યૂરિનમાં લોહી, પેટમાં સોજો, પીઠમાં દુઃખાવો, તાવ અને ઉલ્ટી જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે. પથરીથી છુટકારો મેળવવા લોકો દારૂ અને દવાઓનું સેવન કરતા હોય છે, જેનાથી શરીરને નુકશાન થાય છે. આજે અમે તમને કેટલાંક ઘરેલૂ ઉપાય બતાવીશું જેનાથી તમે સાત દિવસમાં કિડની સ્ટોનની સમસ્યાથી છુટકારો મેળવી શકશો.
– લીંબૂનો રસ અને જૈતૂનના તેલને પાણીમાં મિક્સ કરીને પીવાથી કિડની સ્ટોનની સમસ્યામાંથી થોડાક જ દિવસમાં છૂટકારો મળશે. તેને દિવસમાં 2-3 વાર પીવાથી કિડની સ્ટોનની સમસ્યા દૂર થાય છે.
– કોથમીર કિડનીમાં કેલ્શિયમ ઓક્સલેટ એકઠું કરતા અટકાવે છે, જેનાથી પથરી સરળતાથી બહાર નીકળી જાય છે. તેને બનાવવા માટે કોથમીરના પાન,એક લીંબૂ અને કાકડીને 15 મિનિટ સુધી પાણીમાં ઉકાળો. તેને ઠંડુ કર્યા પછી સતત એક સપ્તાહ સુધી તેનું સેવન કરવું.
– એસ્ટ્રીજન્ટ ગુણથી ભરપૂર દાડમનો જયૂસ અથવા તેનું સેવન કરવાથી કિડની સ્ટોનની સમસ્યામાંથી છૂટકારો મળશે. તમે તેનો ફ્રૂટ સલાડ બનાવીને પણ ખઈ શકો છો.
– ઘંઉના ઘાસને પાણીમાં સારી રીતે ઉકાળીને તેને લીંબૂમાં મિક્સ કરી લો. દિવસમાં 2 વાર તેનું સેવન કરવાથી તે પથરીને થોડાક દિવસમાં બહાર નિકાળશે. તે સિવાય તેનું સેવન કિડની સાથે જોડાયેલ બીમારીઓને પણ દૂર કરે છે.
– કોથમીર, એક કપ પાણી, એક ચમચી એપ્પલ સાઈડ ગ્લિસરીલ અને ઓલિવ ઓઈલ નાખીને મિક્સ કરી લો. આ પાણીથી કિડનીમાં હાઈડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય છે, જે પથરીને તોડીને બહાર નીકાળશે.