દેશના ઘણા ભાગમાં કેન્સરની બીમારી સતત થતી રહે છે. આજ કારણ છે કે દરેક રાજ્યમાં આ બીમારી દર્દીઓની સંખ્યા વધતી જઇ રહી છે. આ અંગે ચિંતા વ્યક્ત કરતા હેલ્થ મિનિસ્ટ્રીના જુનિયર મંત્રીએ લોકસભામાં ગત વર્ષે એક ટેબલ શેર કર્યું જેમા અલગ-અલગ રીતે ફેલાઇ રહેલા કેન્સરના વધતા ગ્રાફને બતાવવામાં આવ્યો છે.
આ દિશામાં સરકારા દ્વારા રોક લગાવવા માટે કરવામાં આવી રહેલા પ્રયાસો પર પણ મંત્રી અશ્વિની કુમાર ચોબેએ જણાવ્યું કે સરકાર મુખ્ય રીતથી ત્રણ પ્રકારના કેન્સરના રોક પર વિશેષ રીતે ધ્યાન આપી રહી છે. તેમા બ્રેસ્ટ કેન્સર, સર્વાઇકલ કેન્સર અને લંગ કેન્સર મુખ્ય રીતથી સામેલ છે.
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા શેર કરવામાં આવેલા આંકાડાના આધાર પર દેશમાં કેન્સરના જેટલા દર્દીઓ છે તેમાથી 41 ટકા આશરે, બ્રેસ્ટ, સર્વાઇકલ અને લંગ કેન્સરથી પરેશાન રહે છે. તો આવો જોઇએ લિસ્ટમાં કયા રાજ્યમાં કેન્સરના દર્દીઓના ટકા અને આંકડા શુ કહે છે.