વિશ્ર્વકર્મા શિલ્પકાર મહાસભાનું આયોજન : ઉપસ્થિત રહેવા ધનજીભાઇ પંચાલની અપીલ
આજે વિશ્ર્વકર્મા પરિવારમાં સંગઠનની તાતી જરૂરીાયત છે. ત્યારે આ અંગે જન જાગૃતિ કેળવાય તે માટે શ્રી અખિલ ભારતીય વિશ્ર્વકર્મા શિલ્પકાર મહાસંઘ દ્વારા તા. ૧૫ ડીસેમ્બરના રોજ બપોરે ૧ થી પ દરમ્યાન અમદાવાદમાં ઉદયગ્રીન પાર્ટી પ્લોટ, જનસેવા કેન્દ્રની બાજુમાં, કલ્યાણચોક, નિકોલ, નરોડા રોડ, નવા નરોડા ખાતે જનજાગૃતિ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
આ જનજાગૃતિ શિબિરનું દીપ પ્રાગટય રાષ્ટ્રીય સંત અમરદાસ બાપુ, સ્વામી કેવલાનંદ સરસ્વતી અને કથાકાર રમેશભાઇ પંચાલ કરશે. અતિથિ વિશેષ તરીકે પૂર્વ રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલસિંઘના પૌત્ર શ્રી પી.ડી.ટી. આચારી, પૂર્વ લોકસભા મહા સચિવ શ્રી બી.એન.બી. રાજશેખર, ઓલ ઇન્ડિયા સિવિલ સરવન્ટ ઓફ વિશ્ર્વકર્માના નેશનલ કો-ઓર્ડીનેટર, દિનેશભાઇ પંચાલ તથા અમેરિકાના એનઆરઆઇ મિત્રમંડળ ઉપસ્થિત રહેશે.
મુખ્ય અતિથિ તરીકે અ.ભા. વિશ્ર્વકર્મા શિલ્પકાર મહાસભાના અધ્યક્ષ અને યુ.પી.ના પૂર્વ શિક્ષણમંત્રી શ્રી રામ આશરે વિશ્ર્વકર્મા ઉપસ્થિત રહેશે. આ જનજાગૃતિ શિબિરમાં ઉપસ્થિત રહેવા બુદ્ધિજીવીઓ, ઉદ્યોગપતિઓ અને સંસ્થાઓના વડાઓને આમંત્રણ છે. વધુ વિગત માટે ધનજીભાઇ પંચાલ (મો. ૯૯૧૩૪૦ ૭૯૭૬૭) અને કાલુરાવ પઢીયાર (મો. ૯૫૫૮૭ ૧૬૬૮૩)નો સંપર્ક કરવો.