મંદિરમાં મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા બાદ મૂર્તિમાં પણ દેહની જેમ પ્રાણતત્વનો સંચાર થાય છે. માટે જ દેવતાઓને પણ ઋતુ પ્રમાણેના શણગાર કરવામાં આવે છે. હાલમાં શિયાળાની કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. ત્યારે રાજકોટના દિવાનપરામાં આવેલ શ્રી વિશ્ર્વકર્મા પ્રભુજીના મંદિરમાં પણ ભગવાનને ગરમ વસ્ત્રોના શણગાર કરવામાં આવ્યા છે.