સાગર હોલ ખાતે ૨૩ થી ૨૫ ડીસેમ્બરે યોજાયેલ મેલાનું મેયર શ્રીમતી બીનાબેન આચાર્ય ઉદઘાટન કરશે
મહિલા સશકિતકરણ અને બહેનોના સર્વાંગી વિકાસ માટે પ્રવૃતિ કરતી બહેનોના KCM ગ્રુપ દ્વારા રાજકોટને આંગણે સૌ પ્રથમવાર તા. ૨૩ થી ૨૫ ડીસેમ્બર દરમ્યાન પંચશીલ સોસાયટી, ૮૦ ફૂટ રોડ, ગોંડલ રોડ પર આવેલ. સાગર હોલ ખાતે સૌપ્રથમવાર વેલકમ ક્રિસમસ મેલાની સાથોસાથ વિનામુલ્યે બહેનો માટે યોગ શિબિરઅને બહેનો પોતાનું રક્ષણ જાતે જ કરી શકે તે માટે જુડો-કરાટે અંગેના સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન રાજકોટના મેયર બીનાબેન આચાર્ય દીપ પ્રાગટય કરી ખુલ્લુ મુકશે ‘વિશ્ર્વકર્મા વિશ્ર્વ’ કાર્યાલયે વિશ્ર્વકર્મા ન્યુઝ ટુડેની સાથેની મુલાકાતમાં કિંજલબેન સુનિલભાઇ ખારેચા, ચાર્મીબેન પારસભાઇ ધ્રાંગધરિયા અને મિરલબેન સુનિલભાઇ વડગામાએ રાજકોટને આંગણે થઇ રહેલા આયોજન અંગે માહિતી આપતા કહું કે, વેલકમ ક્રિસમસ મેલાનું આયોજન રાજકોટમાં પ્રથમ વાર જ થઇ રહયું છે. આ મેલામાં બહેનોની કલા-કારીગરી અને કૌશલ્યના અનેરા દર્શન થશે. બહેનો દ્વારા વિવિધ સ્ટોલમાં ડ્રેસ મટીરીયરલ્સ, બેકરી આઇટમ, હર્બલ આઇટમ, કોસ્મેટીક આઇટમ, હેન્ડીક્રાફટ, ઇમીટેશન જવેલરીનું પ્રદર્શન અને વેચાણ થશે. આવનાર મુલાકાતીઓ માટે ફુડ સ્ટોલનું પણ આયોજન છે.
ર૩ થી રપ દરમ્યાન યોજાયેલા આ મેલામાં તા. ૨૪ના રોજ બપોરના ૪ થી ૬ દરમ્યાન બહેનો માટે યોગાની શિબિર રાખેલ છે. યોગ નિષ્ણાંત વર્ષા અંબાસણા બહેનોને યોગા અંગેની પ્રાથમિક તાલિમ આપશે.
તા. ૨૫ના બુધવારના રોજ બહેનો માટે જુડો-કરાટેનું નિદર્શન કરાશે તેમજ બહેનોને સેલ્ફડીફેન્સ અંગેની પ્રાથમિક તાલીમ પણ આપશે. નેહા ધર્મેન્દ્ર છનિયારા અને મિરલ સુનિલભાઇ વડગામા આ બંને બહેનો જુડો-કરાટેમાં નિષ્ણાંત છે અને આ બંને બહેનો દ્વારા બહેનોને વિનામુલ્યે તાલીમ આપશે.
વિશ્ર્વકર્મા પરિવારની બહેનો દ્વારા રાજકોટને આંગણે આવુ આયોજન પ્રથમવાર જ થયું છે. ત્યારે સૌ બહેનોને ઉપસ્થિત રહી વેલકમ ક્રિસમસ મેલાના આયોજનને સફળ બનાવશે.
આ અનોખા આયોજનનું ઉદઘાટન રાજકોટના મેયર શ્રીમતી બીનાબેન આચાર્યના વરદ હસ્તે થશે. આ પ્રસંગે મહિલા આગેવાનો પણ ઉપસ્થિત રહેશે.
સંપર્ક : કિંજલબેન ખારેચા (મો. ૯૪૦૯૨ ૫૬૫૩૦), ચાર્મી ધ્રાંગધરિયા (મો. ૯૭૧૪૪ ૫૯૨૮૫), મિરલ વડગામા (મો. ૮૮૪૯૫ ૩૭૭૬૧)