આમંત્રણ પત્રિકા સાથે બાયોડેટા ફોર્મનું પણ વિતરણ
ગુર્જર સુતાર સિનરોજા પરિવાર દ્વારા તા. ૨૧/૧૨/૧૯ના રોજ ૭/૧૦ ભકિતનગર સ્ટેશન પ્લોટ ખાતે આવેલ વિશ્ર્વકર્મા કેળવણી મંડળ ખાતે સતત છઠ્ઠા વર્ષે સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્નેહમિલનમાં પરિવાર સન્માન, ગીફટ વિતરણની સાથોસાથ સ્વરૂચી ભોજનનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
આ સ્નેહમિલનમાં જમણવારના સ્પોન્સર મવડીના શ્રી રમેશભાઇ પ્રેમજીભાઇ, સુરેશભાઇ રમણીકભાઇ અને વિજયભાઇ મોહનભાઇ છે. આ ઉપરાંત જમનાદાસ ગોકળભાઇ, સુનિલભાઇ કનુભાઇ, અરવિંદભાઇ ભગવાનજીભાઇ, નિલેશભાઇ બાબુભાઇ, ડો. દિનેશભાઇ ગીરધરભાઇ, હરીભાઇ કેશવજીભાઇ, કનુભાઇ વિઠ્ઠલભાઇ, ઉપેન્દ્રભાઇ મનુભાઇ, પ્રફુલભાઇ રવજીભાઇ, હસુભાઇ પ્રાણભાઇનો પણ આર્થિક સહયોગ પ્રાપ્ત થયો છે.
સીનરોજા પરિવાર દ્વારા આમંત્રણ પિત્રકાની સાથે બાયોડેટાનું ફોર્મ પણ અપાયું છે. પરિવારના દીકરા-દીકરીઓ સંબંધ લાયક છે. તેની વિગત ફોર્મમાં ભરી સ્નેહમિલનમાં લાવવા અપીલ કરાઇ છે.
સમસ્ત સીનરોજા પરિવારના ભુપેન્દ્રભાઇ જે. (મો. ૯૪૨૭૨ ૦૬૮૮૯) તેમજ હર્ષદભાઇ જે. (મો. ૯૯૨૫૧ ૨૯૨૪૨)નો વધુ વિગત માટે સંપર્ક સાધવો.
સ્નેહમિલન ગ્રુપના ગોપાલભા, નયનભાઇ, નિરવભાઇ, અમિતભાઇ, જીતુભાઇ, નિલેશભાઇ(હાંડથલી), અમિતભાઇ, મનોજભાઇ, વિપુલભાઇ, વિજયભાઇ, મયુરભાઇ, ગીરીશભાઇ, નિલેશભાઇ વગેરે આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહયા છે.