અમદાવાગના મોટેરા સ્ટેડિયમમાં ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વચ્ચેની મિત્રતા સ્પષ્ટ જોવા મળી હતી. અહીં મોદીએ મોટી ભીડની વચ્ચે ટ્રમ્પને પોતાના મિત્રતા ગણાવતા જણાવ્યું હતું કે, મારા દોસ્ત, ભારતનો દોસ્ત છે. નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, ઘણું બધું છે જે અમે શેર કરી શકીએ છીએ: મૂલ્ય અને આદર્શ, ઉદ્યમ અને નવાચારની ભાવના, અવસર અને પડકારો, આશાઓ અને આકાંક્ષાઓ…:”
પોતાના 21 મિનિટના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ 21 વખત ટ્રમ્પનું નામ લીધું હતું. મોદીના ભાષણ વખતે તેમની જીભ ઉપર પણ અમેરિકાનું નામ છવાયેલું રહ્યું હતું. તેમાં તેમણે 29 વખત આ શબ્દનું નામ લીધું હતું. વડાપ્રધાન મોદીએ પોતાના ભાષણમાં ભારતનું નામ 41 વખત, મિત્રતા 14, પરિવાર 4, ડિજિટલ 4, ફર્સ્ટ લેડી અને ઈવાન્કા 2, સરદાર પટેલ અને ટ્રસ્ટ 3, લોકતંત્ર 1, આંતકવાદ 2, ભારત અમેરિકી સંબંધ 7, નમસ્તે ટ્રમ્પ 7, ગુજરાત 2, ઈતિહાસ 2, મેલેનિયા 2, કલ્ચર 2, સ્પેસ 2 વખત અને ડિફેન્સ, વિકાસ જેવા શબ્દોનો એક વાર નામ લીધું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટેરા સ્ટેડિયમમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું સ્વાગત કર્યું. તે દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત અમેરિકાની મિત્રતાના નારા લગાવ્યા અને નમસ્તે ટ્રમ્પથી શરૂઆત કરી હતી. પીએમ મોદીએ જણાવ્યું કે, અમેરિકી રાષ્ટ્રપતિનો આખો પરિવાર અમદાવાદ આવ્યો અને સીધો સાબરમતી આશ્રમ ગયો. પીએમ મોદીએ જણાવ્યું કે, આ ઘરતી ગુજરાતની છે, પરંતુ આજે આખો ભારતનો નજારો દેખાઈ રહ્યો છે. પોતાના સ્વાગત ભાષણમાં વડાપ્રધાને જણાવ્યું કે, આજે અમેરિકા-ભારતના સંબંધો એક નવી ઉંચાઈએ જઈ રહ્યા છે.
ગળે લગાવીને કર્યું સ્વાગત
અગાઉ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના બે દિવસીય પ્રવાસ માટે સોમવારે સવારે ગુજરાતના અમદાવાદ પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં એરપોર્ટ પર ડોનાલ્ડ ટ્રમ્પનું ગળે લગાવીને સ્વાગત કર્યું હતું. તે દરમિયાન ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ પણ તેમની સાથે રહ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પે અમદાવાદના સાબરમતી આશ્રમની મુલાકાત કરી અને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી.
સાબરમતી આશ્રમ પછી પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ મોટેરા સ્ટેડિયમ ગયા હતા. મોટેરા સ્ટેડિયમમાં પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ જનતાને સંબોધિત કર્યા હતા. પીએમ મોદીએ પોતાના સંબોધનની શરૂઆતમાં ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા. પીએમ મોદીએ સ્ટેજ પરથી નમસ્તે ટ્રમ્પનું નામ લીધું હતું, ત્યારબાદ સ્ટેડિયમમાં હાજર લોકોએ પણ નમસ્તે ટ્રમ્પ કહ્યું હતું.