મોદી સરકાર ખેડૂતોને લઈને મહત્વનું પગલુ ભરવા જઈ રહી છે. મોદી સરકાર ખેડૂતોને 15-15 લાખ રૂપિયા આપવા જઈ રહી છે. સરકાર ખેડૂત અને કૃષિને આગળ વધારવા માટે તેમના ગ્રુપને 15-15 લાખ રૂપિયાની આર્થિક સહાયતા આપશે. તેના માટે તેમણે એક કંપની બનાવી એટલે કે ખેડૂત ઉત્પાદન સંગઠન બનાવવું પડશે.
સરકારે 10,000 ખેડૂત ઉત્પાદક સંગઠન બનાવવાની મંજૂરી આપી દીધી છે. આગામી 5 વર્ષમાં તેની પર 4,496 કરોડ રૂપિયા ખર્ચ થશે. આ રજિસ્ટ્રેશન કંપની એક્ટમાં થશે, તેથી તેમાં તે તમામ ફાયદા મળશે જે એક કંપનીને મળે છે. આ સંગઠન કૉ-ઓપરેટિવ પોલિટિક્સથી બિલકુલ અલગ હશે એટલે કે આ કંપનીઓ પર કૉ-ઓપરેટિવ એક્ટ લાગુ નહીં થાય.
એફપીઓ લઘુ તથા સીમાંત ખેડૂતોનું એક સમૂહ હશે, જેનાથી તેની સાથે જોડાયેલા ખેડૂતોને પોતાના પાક માટે માર્કેટ મળશે ઉપરાંત બીજ, દવાઓ, બિયારણ અને કૃષિ ઉપકરણ વગેરે ખરીદવું સરળ હશે. સેવાઓ સસ્તી મળશે અને વચેટીયાઓથી મુક્તિ મળશે.
સામાન્ય રીતે જો ખેડૂતો એકલો પોતાની ઉપજ વેચે છે તો તેનો નફો વચેટીયાને મળે છે. પરંતુ એફપીઓ સિસ્ટમમાં ખેડૂતને તેના ઉપજનો સારો ભાવ મળે છે કારણ કે ભાવતાલ કલેક્ટિવ હશે. કેન્દ્રીય કૃષિ તથા ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્રસિંહ તોમર મુજબ આ 10,000 નવા એફપીઓ 2019-20થી લઈને 2023-24 સુધી બનાવવામાં આવશે. તેનાથી ખેડૂતોની સામૂહિક શક્તિ વધશે.
આ રીતે મળશે ખેડૂતોને 15-15 લાખ રૂપિયા
રાષ્ટ્રીય કિસાન મહાસંઘના સંસ્થાપક સભ્ય વિનોદ આનંદે જણાવ્યું હતું કે, સૌથી પહેલા અટલ બિહારી વાજપેયી સરકારે એફપીઓ બનાવવા માટે જાણીતા અર્થશાસ્ત્રી ડૉ. વાય. કે. અલઘના નેતૃત્વમાં એક કમિટી બનાવી હતી. તેમાં ઓછામાં ઓછા 11 ખેડૂત સંગઠિત થઈને પોતાની એગ્રીકલ્ચર કંપની કે સંગઠન બનાવી શકે છે. મોદી સરકાર જે 15 લાખ રૂપિયા આપવાની વાત કરી રહી છે તેનો ફાયદો કંપનીનું કામ જોઈએ ત્રણ વર્ષમાં આપવામાં