કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ કહ્યું કે પાંચ હજાર વર્ષના ઇતિહાસમાં અત્યાર સુધીમાં એવી કોઇ ઘટના બની નથી કે કોઇ હિન્દુ રાજાએ કોઇ મસ્જિદને તોડી હોય અને તલવારની ધાર પર કોઇનું જબરદસ્તી ધર્માંતરણ કર્યું હોય. તેમણે કહ્યું કે અમારી હિન્દુ-સંસ્કૃતિ આપણી ભારતીય સંસ્કૃતિ પ્રગતિશીલ પણ છે, સર્વસમાવેશક પણ છે, સહિષ્ણુ પણ છે. આ સંકુચિત નથી, જાતિવાદી નથી, સાંપ્રદાયિક નથી. ગડકરીએ કહ્યું કે જો હિન્દુસ્તાનને ભવિષ્યમાં જીવીત રાખવા ઇચ્છો છો તો, સાવરકરને જો ભૂલી જશો તો જે 1947મા એકવાર જે થયું મને લાગે છે કે આગળ જતા ભવિષ્યના દિવસો પણ સારા નહીં જાય. હું ખૂબ જ જવાબદારીની સાથે કહી રહ્યો છું.
‘…તો ના સમાજવાદ રહેશે ના લોકતંત્ર રહેશે’
અખિલ ભારતીય સ્વાતંત્ર્યવીર સાવરકર સાહિત્ય સંમેલનમાં બોલતા ગડકરીએ કહ્યું કે છત્રપતિ શિવાજી મહારાજે પોતાના સૈનિકોને સખ્ત તાકીદ આપી હતી કે કોઇ ધર્મના કોઇપણ પવિત્ર સ્થળનું અપમાન કરવું જોઇએ નહીં, મહિલાઓ કોઇપણ ધર્મની હોય, માતા સમાન તેમની સાથે સમ્માનનનો વ્યવહાર કરવો જોઇએ. તેમણે કહ્યું કે સાવરકરે રાષ્ટ્રવાદી વિચાર કરી જે વિચાર આપ્યો હતો તે આજે આપણા માટે ખૂબ જ જરૂરી છે. જો તેની બાજુ આપણે ધ્યાન નહીં આપીએ તો એક વખત તો આપણે દેશને બે ટુકડામાં વહેંચતા જોયા છે, જો આવું જ રહ્યું તો આપણા દેશમાં જ નહીં દુનિયામાં ના સમાજવાદ રહેશે, ના લોકતંત્ર રહેશે ના તો ધર્મનિરપેક્ષતા રહેશે.
‘સેક્યુલરનો મતલબ ધર્મનિરપેક્ષતા નથી’
સાવરકર દર્શન પ્રતિષ્ઠાન દ્વારા આયોજીત સંમેલનમાં ગડકરીએ કહ્યું કે સેક્યુલરનો મતલબ ધર્મનિરપેક્ષતા નથી. સેલ્યુલરનો મતલબ છે સર્વધર્મ સમભાવ. આ હિન્દુ સંસ્કૃતિનું નૈસર્ગિક સ્વરૂપ છે. અમે તમામ સંસ્કૃતિઓનું સમ્માન પણ કર્યું છે. અનેકતામાં એકતા અમારી વિશેષતા છે. તેમણે કહ્યું કે આજની સ્થિતિમાં આપણે સર્વસમાવેશક, પ્રગતિશીલ થતા સાચા અર્થમાં સર્વધર્મ સમભાવ કરતાં આગળ આવવાનું છે પરંતુ માઇનોરિટીની કે કોઇ કોમ્યુનિટીનું તુષ્ટીકરણ કરવું એ સેક્યુલર નથી.
મુસ્લિમ મેજોરિટીવાળા દેશ કેવી રીતે ચલાવે છે તેના માટે પાકિસ્તાન, સીરિયા જોઇ લો: ગડકરી
સાવરકરનો ઉલ્લેખ કરતાં ગડકરીએ કહ્યું કે તેમણે એક ભાષણમાં કહ્યું હતું કે જે દેશમાં 51 ટકા મુસ્લિમ છે એ દેશમાં ના લોકતંત્ર છે ના સમાજવાદ છે, ના તો ધર્મ નિરપેક્ષતા છે. આ ત્યાં સુધી ચાલશે જ્યાં સુધી મેજોરિટી મુસ્લિમ નહીં હોય. મેજોરિટી મુસ્લિમ થયા બાદ તેઓ દેશ કેવી રીતે ચલાવે છે તેના માટે પાકિસ્તાન, સીરિયાને જોઇ લો. ગડકરીએ કહ્યું કે મુસ્લિમ સમાજમાં પણ પ્રગતિશીલ અને ઉદારવાદી લોકો છે. તેઓ ઇચ્છે છે કે શિક્ષણનો પ્રસાર થાય અને ભવિષ્ય જ્ઞાન-વિજ્ઞાનથી જોડાય. તેમણે કહ્યું કે આપણે કોઇ ધર્મના વિરૂદ્ધ નથી. આપણે સર્વસમાવેશી, ઉદાર અને સહિષ્ણુ છીએ. આપણે મુસ્લિમ વિરૂદ્ધ નથી, મુસ્લિમ સંસ્કૃતિની વિરૂદ્ધ નથી. જે આતંકવાદી છે, જે ફંડામેન્ટલિસ્ટ છે, જે કહે છે કે અમે સારા છીએ, બાકી બધા કાફિર છીએ, તે બધાને હટાવો- આ પ્રવૃતિની વિરૂદ્ધ છીએ.
‘સાવરકરને સમજ્યા વગર ટિપ્પણી કરવી ખોટું’
ગડકરીએ કહ્યું કે સાવરકરના આખા પરિવાર અને ખાસ કરીને તેમના પરિવારની મહિલાઓએ કેટલાંય અપમાન સહન કર્યા. જ્યારે સાવરકર અંગે કોઇ ખોટી ટિપ્પણી કરે છેતો આંખોમાં આંસુ આવી જાય છે. કારણ કે તેમના વિચારોનેના સમજનાર ટિપ્પણી કરી દેતા હોય છે જે દુખદ છે. સાવરકર અંગે ઇમેજ વર્સીસ રિઆલિટી ગંભીર સમસ્યા છે. ગડકરીએ કહ્યું કે અમારા જેવા લોકોની કમી છે કે અમે સચા અર્થમાં તેને પ્રેઝન્ટ કરવામાં જેટલા સફળ થવા જોઇએ એટલા થતા નથી. આવા દેશભકતને સંકુચિત રાજકારણ કરનાઓને બદનામ કરવાની કોશિષ કરી.