કોથમીરનો ઉપયોગ આપણે હંમેશા વાનગીની સુંદરતા વધારવા માટે કરીએ છીએ, પરંતુ જે તેનો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરવામાં આવે તો વાનગીની સુંદરતાની સાથે સાથે સ્વાદ અને ગુણવત્તા પણ વધારી શકાય છે. આવો આપણે જાણીએ કોથમીરનો ક્યાં અને કેવી રીતે ઉપયોગ જોઈએ.
* છોલે, રાજમા, દમઆલુ, દમઆલુ, દમગોણી વગેરે માટેનો મસાલો સાંતળતી વખતે કોથમીરને સમારીને નાંખો. એનાથી વાનગી નો સ્વાદ ખૂબ વધી જશે.
* ભરેલા કારેલા બનાવતી વખતે મસાલા સાથે વધુ પ્રમાણમાં ઝીણી સમારેલી કોથમીર મિક્સ કરવાથી કારેલાની કડવાશ તો જતી રહેશે. સાથે સાથે એના ગરમ ગુણનું પ્રમાણ પણ ઘટી જશે.
* કોથમીરની ચટણી ભોજનને સ્વાદિષ્ટ બનાવે છે અને ભોજન પચાવવામાં પણ મદદરૂપ બને છે.
* જલજીરાનાં પાણીમાં ફૂદિનાની સાથે થોડી કોથમીર વાટીને નાંખવાથી જલજીરા વધુ સ્વાદિષ્ટ લાગે છે.
* મગની વડી બનાવતી વખતે પીસેલી દાળમાં જેટલી વધુ કોથમીર મિક્સ કરવામાં આવે તેટલી વડી સ્વાદિષ્ટ બનશે અને પચવામાં પણ સરળ રહે છે.
* ગુઝિયા અને દંહીવડા બનાવતી વખતે મેવા મસાલાની સાથે કોથમીર જરૂર ભેળવો.
* પૌંઆમાં ઉપરથી કોથમીર ભભરાવાને બદલે ભીના પૌંઆમાં જ મિક્સ કરી દો. પછી કઢાઈમાં નાખી હલાવો એમ કરવાથી પૌંઆ વધુ સ્વાદિષ્ટ બનશે.
* આમલીની ગળી ચટણી બનાવતી વખતે ચટણી ગેસ ઉપરથી નીચે ઉતારતા પહેલા કોથમીર સમારીને નાંખવાથી સરસ સ્વાદ આવશે.
* સેલાડમાં માત્ર કોથમીર જ નાંખો સેલાડ સુંદર બનશે.
* લીલા ચણા અને લીલા વટાણાને બનાવતા શાકમાં એક મુઠ્ઠી કોથમીર પીસીને નાંખવાથી શાક સ્વાદિષ્ટ બનશે.
* દંહીવાળા બટાકા અથવા દહીંની કઢી બનાવતી વખતે એ ઠંડા થઈ જાય પછી કોથમીર નાંખો એનાથી તેનો રંગ અને સ્વાદ જળવાઈ રહેશે.
* નૂડલ્સ અને પુલાવ પીરસતી વખતે સમારેલી કોથમીર ભભરાવવાથી વાનગીનો સ્વાદ અને સુગંધ વધી જશે.
* કચોરી, સમોસા બનાવતી વખતે દાળ અથવા બટાકા સાંતળી લીધા પછી ઠંડા થઈ ગયા બાદ કોથમીર મિક્સ કરવાથી અનેરો સ્વાદ આવે છે.
* ચેવડો બનાવતી વખતે પહેલા કોથમીર ધોઈને સૂકવી લો, એનો પાઉડર બનાવી ચેવડામાં નાંખો. ચેવડો ખાવામાં વધુ સ્વાદિષ્ટ લાગે છે.