ઉત્તરાખંડના ત્રણ જિલ્લાના વકીલો 35 વર્ષથી દર શનિવારે કોર્ટોનો બહિષ્કાર કરી રહ્યા છે: બાર એસોસિએશનનાં હોદેદારો સામે પગલાં લેવા ઉત્તરાખંડ હાઇકોર્ટે આદેશ આપ્યો હતો : સુપ્રીમ કોર્ટની બહાલી
વર્ષો સુધી જિલ્લા અદાલતોનો બહિષ્કાર કરી રહેલા વકીલો સામે કડક પગલાં લેવાના ઉત્તરાખંડ હાઈકોર્ટનાં ચૂકાદાને બહાલ રાખતાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે વિરોધનો અધિકાર અન્ય લોકોના અધિકાર પર તરાપ મારતો હોય શકે નહીં. સુપ્રિમ કોર્ટે જણાવ્યું હતું કે વાણી અને અભિવ્યક્તિની આઝાદીના બહાને ખાસ કરીને ન્યાયતંત્ર કેસોના ભરાવાનો સામનો કરી રહ્યું હોઇ ત્યારે હડતાળ અને બહિષ્કાર કરે તે વાજબી ઠરાવી શકાય નહીં.
ઉત્તરાખંડના ત્રણ જિલ્લાના વકીલો છેલ્લા 35 વર્ષથી દર શનિવારે કોર્ટોનો બહિષ્કાર કરતા હતા. આથી ઉતરાખંડ હાઈકોર્ટે ઉતરાખંડ રાજ્ય બાર કાઉન્સીલને જુદા જુદા જિલ્લાના બાર એસોસિએશનનાં હોદેદારો સામે પગલાં લેવા આદેશ કર્યો હતો.
ઉતરાખંડનાં વકીલોએ હાઈકોર્ટના ચૂકાદાને સુપ્રીમમાં પડકારી જણાવ્યું હતું કે હાઈકોર્ટનો નિર્ણય તેમને સ્પર્શતી સમસ્યાઓ મામલે અદાલતના કામકાજનો બહિષ્કાર કરી મૂળભૂત અધિકારનો ભંગ કરે છે.
આ દલીલ નકારી કાઢતા ન્યાયાધીશો અરુણ મિશ્રા અને એમ.આર. શાહની પીઢે જણાવ્યું હતું કે વાણી સ્વતંત્રનો આવો અધિકાર પક્ષકારો અથવા જસ્ટીસ ડિલીવરી સિસ્ટમના ભોગે હોય શકે નહીં.
પીઢે જણાવ્યું હતું કે બંધારણની કલમ 19 (1) (એ) નીચે વાણી અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્ય અધિકારના ઓઠા હેઠળ કોર્ટમાં હડતાળ, અધિકાર મામલે ઠરાવી શકાય નહીં. આવો જો કોઇપણ અધિકાર હોય તો પણ અન્યોનાં, ખાસ કરીને બંધારણની કલમ 14 અને 21 હેઠળ ઝડપી ન્યાયનાં અન્યોનાં અધિકારને અસર કરી શકે નહીં. વકીલોની હડતાળ ગેયકાયદે ઠરાવતા સર્વોચ્ચ અદાલતના જુદા જુદા ચુકાદા છતાં બાર એસોસિએશનો હડતાળનો આશ્રય લઇ રહ્યા છે. તે બાબતે પીઢે નિંદા કરી જણાવ્યું હતું કિે આ બાબત કોર્ટમાં અવમાનના બરાબર છે.
સુપ્રીમ કોર્ટે બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયા અને તમામ બાર કાઉન્સીલોને નોટિસ જારી કરીમાર્ગ સૂચવવા અને વકીલોનીિ હડતાલ સાથે કામ પાર પાડવામાં નક્કર સૂચનો કરવા જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ઉતરાખંડ હાઈકોર્ટે સપ્ટેમ્બર 2011માં ઠરાવ્યું હતું કે દહેરાદૂન, હરિદ્વાર અને બિમસિંહ નગરના ડિસ્ટ્રીક્ટ બાર એસોસિએસને હડતાલનું એલાન પાછું ખેંચી કામકાજના દરેક શનિવારે અદાલતમાં હાજરી આપવી જોઇએ.
દર શનિવારે વકીલોની હડતાળ સામે જાહેર હિતની અરજીના સંદર્ભમાં ઉતરાખંડ હાઇકોેર્ટે િઆ નિર્ણય આપી જિલ્લા ન્યાયાધીશોને શનિવારે કોર્ટનું કામકાજ ચાલુ રહે તે જોવા અને બાર એસોસિએશનનાં આડા ચાલતા હોદેદારો સામે શિસ્તભંગનાં પગલા લેવા જણાવ્યું હતું.
વર્ષ 2009માં ઉતરાખંડ અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું કે પહેલાંથી પશ્ચિમ ઉતરપ્રદેશમાં હાઈકોર્ટની બેંચ સ્થાપવાની માગણી સાથે વકીલો દર શનિવારે કામકાજથી અળગા રહે છે.