પાઈલટની મંજુરીથી ઈન્ટરનેટનો ઉપયોગ થઈ શકશે
નવી દિલ્હી તા.2
વિમાનની મુસાફરીમાં વાઈફાઈ હવે વાસ્તવિકતા બની છે. સરકારે ઘરેલુ ફલાઈટ માટે ઉપયોગના નિયમો જાહેર કર્યા છે. એ મુજબ, પાઈપલાઈન કમાન્ડની મંજુરી લેવી પડશે અને ગેઝેટનો ઉપયોગ ફલાઈટ મોડમાં થવો જોઈએ.
શનિવારે સરકારે એરક્રાફટ રૂલ્સમાં સુધારા રાજયપત્રિત કર્યા હતા, પણ સરકારે ગત વર્ષે 14 ઓગષ્ટે પ્રસિદ્ધ કરેલા નિયમોના મુસદામાં સામેલ કરાયા મુજબ મોબાઈલ કોમ્યુનીકેશનનો ઉલ્લેખ પ્રસિદ્ધ કરાયેલા સુધારામાં સામેલ નથી.
નોટીફીકેશન મુજબ ફલાઈટ મોડ અથવા એરપ્લેન મોડમાં લેપટોપ, સ્માર્ટફોન, ટેબ્લેટ, સ્માર્ટ વોચ, ઈ-રીડર અથવા પોઈન્ટ ઓફ સેલ ડિવાઈસનો ઉપયોગ કરાતો હોય તો વાઈફાઈ મારફત વિમાનમાં ઈન્ટરનેટ સેવાની મંજુરી પાઈપલાઈન- કમાન્ડ આપી શકશે.
જો કે આ માટે ડાયરેકટર જનરલે વાઈફાઈ દ્વારા ઈન્ટરનેટના ઉપયોગનું એરક્રાફટને સર્ટીફીકેટ આપેલું લેવું જોઈએ. વિમાન ઉતર્યા પછી એકટીવ રનવે પસાર કરી ગયું હોય ત્યારે મુખ્ય પાઈલટ મુસાફરોને મોબાઈલ ફોનના ઉપયોગની મંજુરી આપી શકશે.