ભારતનાં સત્તાવાર પરમાણુ તાકાત બનવાનાં રસ્તામાં મિત્ર દેશ રશિયા જ રોડું બન્યું છે. રશિયાએ કહ્યું છે કે, ભારત અને પાકિસ્તાનને પરમાણુ હથિયાર સંપન્ન રાષ્ટ્રનો દરજ્જો આપવા પર પરમાણુ અપ્રસાર સંધિને નુકસાન પહોંચશે. રશિયાનાં અપ્રસાર અને હથિયાર નિયંત્રણ વિભાગનાં ડાયરેક્ટર વ્લાદિમીર યેરમકોવે કહ્યું કે બંને દેશોને પરમાણુ શક્તિ સ્વીકાર કરવાથી સંધિને મોટો ધક્કો લાગશે.
શું કહ્યું રશિયાએ?
યેરમકોવે કહ્યું કે, “વિશ્વ ઘણું ઝડપથી વિકસિત થઈ રહ્યું છે અને પરમાણુ ક્ષેત્રમાં પણ ટેકનોલોજી વધારેમાં વધારે દેશોને ઉપલબ્ધ થઈ રહી છે. આ સત્ય છે કે ભારત, પાકિસ્તાન અને ઇઝરાયલ પરમાણુ હથિયારો રાખે છે જે પરમાણુ અપ્રસાર સંધિને મજબૂત નથી કરતા. ભારત અને પાકિસ્તાનને પરમાણુ હથિયાર સંપન્ન રાષ્ટ્રનાં રૂપમાં આ સંધિમાં સામેલ થવાનો કોઈ પ્રશ્ન નથી.”
આ પ્રકારની માન્યતા આપવી આ સંધિ માટે વિનાશકારી
તેમણે કહ્યું કે, “આ પ્રકારની માન્યતા આપવી આ સંધિ માટે જ વિનાશકારી થશે.” ઉલ્લેખનીય છે કે ભારત અને પાકિસ્તાન બંને પરમાણુ હથિયાર સંપન્ન રાષ્ટ્ર છે અને બંનેની પાસે 100થી વધારે પરમાણુ બૉમ્બ છે. જો કે બંને દેશો હજુ સુધી પરમાણુ અપ્રસાર સંધિનાં સભ્ય નથી. ભારત અને પાકિસ્તાન બંને જ દેશો એકબીજાને પરમાણુ હથિયારનાં ઠેકાણાની યાદી આપે છે.