ચીનનો માલ ટકાઉ નથી હોતો, કોરોના પણ નહીં ટકે !
કોરોના વાઈરસ ચીનમાંથી ઉદ્ભવીને હાલ આખી દુનિયામાં કહેર મચાવી રહ્યો છે અને લોકો ટેન્શનમાં છે ત્યારે કથાકાર મોરારિબાપુએ કોરોના વાઈરસને લઈને હળવી મજાક કરી છે.
હાલમાં પ્રયાગરાજમાં રામકથા દરમિયાન મોરારિબાપુએ જણાવ્યુ હતું કે, ચીનનો માલ ટકાઉ નહતો એટલે કોરોના વાઈરસ પણ નહીં ટકે !
કોરોના વાઈરસના ખતરનાક રીતે ફેલાવાતા અને તેના સંક્રમણથી હજ્જારોની સંખ્યામાં લોકોના મરણ થઈ રહ્યા છે ત્યારે મોરારિબાપુએ પ્રયાગરાજમાં ચાલી રહેલી કથામાં મજાક ભર્યુ નિવેદન કરતા આશ્ચર્ય ફેલાયું છે.
કોરોનાનો કહેર માત્ર ચીનમાં જ નહીં હવે પૂરા વિશ્વની સાથે ભારતમાં પણ ફેલાયો છે. ત્યારે 29 જેટલા ભારતીય લોકો તેની ઝપેટમાં આવી ગયા છે.