વૈશ્વિક બજારોમાંથી મળેલા સંકેત તેમ જ યસ બેન્ક સંકટને લીધે ભારતીય શેરબજારમાં પ્રારંભિક કામકાજમાં આશરે 1486 પોઇન્ટનો કડાકા સાથે 36,091 બોલાયો છે. નિફ્ટી પણ 409.50 પોઇન્ટ ઘટી 10,579.95 થઈ ગઈ છે. સેન્સેક્સ પેકમાં એશિયન પેઈન્ટને બાદ કરતા બાકીની તમામ 29 કંપનીના શેરમાં મંદીમય માહોલ જોવા મળી રહ્યો છે. યસ બેન્કના શેરનો ભાવ 20 ટકા વધીને રૂપિયા 19.30 થયો છે.આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડના ભાવોમાં ખાડી યુદ્ધ બાદ એટલે કે 1991 બાદનો સૌથી મોટો ઘટાડો થયો હતો. કોરોનાને પગલે શેરબજારથી લઈ ક્રુડના ભાવોમાં ભારે ઘટાડો જોવા મળે છે. બીએસઈ સેન્સેક્સ 1485 પોઇન્ટ એટલે કે આશરે 3.95 ટકા ઘટી 36,091 થયો છે જ્યારે નિફ્ટી 409.50 પોઇન્ટ ઘટી 10,579.95 થઈ છે.
મેટલ ઈન્ડેક્સ 4.71 ટકા, બેન્કેક્સ 3 ટકા, ઓઈલ-ગેસ ઈન્ડેક્સ 3.85 ટકા, પાવર ઈન્ડેક્સ 3.95 ટકા ગગડ્યા છે. માર્કેટ બ્રેડથ અત્યંત મંદીમય છે. સેન્સેક્સ પેકમાં ઓએનજીસી 10.60 ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક 6.13 ટકા, પાવરગ્રીડ 5.74 ટકા, રિલાયન્સ 5.67 ટકા, એસબીઆઈ 5.44 ટકા, ટાટા સ્ટીલ 5.05 ટકા, એલએન્ડટી 4.49 ટકા, ટીસીએસ 3.98 ટકા ગગડ્યા છે.