હોળીને આડે હવે એક દિવસ બાકી છે જ્યારે આ દિવસે લોકો ધામધૂમ પૂર્વક હોળીની ઉજવણી કરે છે. ખાસ કરીને આ દિવસે રંગની સાથે અનેક ખાણી પીણીનું પણ મહત્વ હોય છે તો આવો જોઇએ કેવી રીતે બનાવાય ભાંગ…
બનાવવાની રીત
સૌ પ્રથમ એક પેન લો અને તેમાં અડધો લિટર પાણી અને સાથે ખાંડ નાંખીને આ મિશ્રણને બે કલાક સુધી રાખી દો. પછી એક બાઉલ લો અને સાથે તેમાં બે કપ પાણીની સાથે અન્ય સૂકી સામગ્રી નાંખીને બે કલાક રહેવા દો. તેની પેસ્ટ તૈયાર કરો. પેસ્ટને મલમલના કપડાંથી ગાળી લો અને તેમાંથી જે પાણી નીકળે તેને દૂધ અને ખાંડની સાથે મિક્સ કરી લો. હવે દૂધમાં ઇલાયચી પાવડર મિક્સ કરો અને તેને 2-3 કલાક માટે ફ્રિઝમાં રાખો. જ્યારે પણ મહેમાન આવે ત્યારે તેને બદામથી ગાર્નિશ કરીને ગ્લાસમાં ભરીને સર્વ કરો.