પીએફ બાદ હવે બેંક થાપણમાં બચતકર્તાને માર: આગામી મહિને નાની બચતના વ્યાજદર પણ ઘટશે
હાલમાં જ કેન્દ્ર સરકાર દ્વારા પ્રોવિડન્ટ ફંડના વ્યાજદરમાં ઘટાડો કરાયા બાદ હવે આગામી મહિનેથી પોસ્ટઓફીસની નાની બચતના વ્યાજદરો પણ ઘટે તેવા સંકેત છે તે વચ્ચે દેશની સૌથી મોટી રાષ્ટ્રીયકૃત બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાએ તેના થાપણના વ્યાજદરમાં 1 માસમાં જ બીજી વખત ઘટાડો કરીને થાપણદારોને આંચકો આપ્યો છે.
જયારે બીજી તરફ સ્ટેટ બેંકે તેના ધિરાણ દર માટે પાયો ગણાતા એમસીએલઆરમાં ઘટાડો કરીને લોન પરના વ્યાજદર પણ ઘટશે તેવો સંકેત આપ્યો છે. સ્ટેટ બેંકે હજુ ગત મહિને જ થાપણના વ્યાજદર ઘટાડયા હતા. હવે તા.10થી અમલમાં આવે તે રીતે બીજી વખત વ્યાજદર ઘટાડયા છે. બેંકે આ રીતે તેના થાપણદારોને આંચકો આપ્યો છે અને આગામી દિવસોમાં અન્ય બેંકો પણ વ્યાજદર ઘટાડશે તે સંકેત છે. સ્ટેટ બેંકે તેના ધિરાણ દરમાં પણ ઘટાડો કરવાનો સંકેત આપ્યો છે.
થાપણ પરના વ્યાજના નવા દર
* 7 થી 45 દિવસ 4%
* 46 થી 179 દિવસ 5%
* 180 થી 210 5.50%
* 211 થી 1 વર્ષ 5.50%
* 1 વર્ષથી 2 વર્ષ 5.90%
* 2થી10 વર્ષ 5.90%
સીનીયર સીટીઝન માટે દરેક કેટેગરીમાં 50 બેઝીક પોઈન્ટ વધુ વ્યાજ મળશે.