કોરોના વાયરસ હવે ગુજરાતથી દુર નથી. અમદાવાદમાં પણ અઢળક કેસો સામે આવ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે એક સારા સમાચાર પણ મળી રહ્યા છે. અમદાવાદમાં કોરોનાના બધા જ શંકાસ્પદ દર્દીને હાલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. સારા સમાચાર એ છે કે, અત્યાર સુધી એક પણ કેસ પોઝિટિવ નોંધાયો નથી.
શહેરમાં અત્યાર સુધી કુલ 30થી વધુ શંકાસ્પદ કેસ નોંધાયા છે. આવા કેસ ધ્યાનમાં લઈને સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે સારવારની વધુ સુવિધા ઉભી કરવામાં આવી છે. કોરોના વાયરસનો યથાવત કહેર જોઈને સરકાર પણ એક્શનમાં આવી ગઈ છે. સિવિલ હોસ્પિટલમાં બે શંકાસ્પદ દર્દીઓ હાલમાં પણ સારવાર ચાલી રહી છે.
અમદાવાદ શહેરમાં અત્યાર સુધી કુલ 30 કરતાં પણ વધારે શંકાસ્પદ કેસો નોંધાયા છે. પરંતુ ખુશીની વાત છે કે, એક પણ કેસ પોઝીટીવ નથી આવ્યો. કોરોનાને વિશ્વ મહામારી જાહેર કરતા તંત્ર પણ એક્શનમાં આવ્યું છે. શહેરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે વધુ સગવડો ઉભી કરવામાં આવી છે અને કોરોનાને લઈ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.