રાજકોટ તા.16
છેલ્લા બે દિવસથી મિશ્રઋતુનાં માહોલમાં આજે ચાલુ માર્ચ મહીનામાં બપોરે 35 ડીગ્રી ગરમી નોંધાતા આજે રાજકોટ વધુ ગરમ થયુ હતું. ફરી ગરમીનું આક્રમણ શરૂ
થયું છે.
ગત ફેબ્રુઆરી માસના અંતિમ દિવસોમાં જ ઉનાળાના આગમનનાં એંધાણ વર્તાયા હોય તેમ મહતમ તાપમાન 35 ડીગ્રીને પાર ગયા બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે પાકિસ્તાન અને રાજસ્થાન પર સર્જાયેલા સાયકલોનીક સરકયુલેશન સાથે ઉતર ભારતમાં થયેલી હીમ વર્ષાની અસર હેઠળ ઉતર પૂર્વના સુકા ગતિનો પવન ફુંકાવા લાગતા સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં વાતાવરણમાં મોડી સાંજથી મોડે સુધી ઠંડો પવન ફુંકાયો હતો.
આજે સવારે ઠંડો પવન ફુંકાયા બાદ બપોરે આકરી ગરમી અનુભવાઈ હતી. રાજકોટ શહેરમાં આજે સવારે ન્યુનતમ તાપમાન 17.2 ડીગ્રી સાથે હવામાં ભેજનું પ્રમાણ 36 ટકા અને પવનની ગતી સરેરાશ 11 કિ.મી. નોંધાઈ હતી. બપોરે મહતમ તાપમાન 35.0 ડીગ્રી સાથે હવામાં ભેજનું પ્રમાણ 14 ટકા અને પવનની ગતિ સરેરાશ 18 કિ.મી. નોંધાઈ હતી.
ચાલુ માર્ચ મહિનામાં આજે બપોરે સૌ પ્રથમ વખત મહતમ તાપમાન 35.0 ડીગ્રી પહોંચતા ઉનાળાના આગમન કળાયા છે. હવે દિવસે દિવસે ગરમીનું પ્રમાણ વધવાની સંભાવના છે.