ચીનમાં ફેલાયેલ કોરોના વાયરસે ભયંકર રૂપ ધારણ કર્યું છે ચારેકોર એટલો ભયનો માહોલ છે કે લોકો ડરી રહ્યાં છે કે શું ખાવુ અને શું ન ખાવુ. ભારતમાં પણ હાલ એલર્ટ આપવામાં આવ્યુ છે. તો આજે આપણે જાણીએ કે કોરોનાથી બચવા ખાવા-પીવામાં કઈ વસ્તુઓથી બચવુ જોઈએ.
વાસી ખોરાક ખાવાથી બચવુ.
કાચા શાકભાજીનું વધારે પ્રમાણમાં સેવન ન કરવુ.
શાકભાજી અને ફળોને ખુબજ ધોય પછી જ ખાવામાં ઉપયોગમાં લેવા.
વસ્તુઓને સારી રીતે પકાવ્યા પછી જ ખાવી.
જેટલુ બને તેટલુ ગરમ પાણી પીવુ.
ખાવાનું ખાતા પહેલા અને ખાધા પછી સ્વચ્છ પાણીથી હાથ ધુઓ.
હાથને ઘસી ઘસીને સાફ કરો સારા સેનેટરાઇઝનો ઉપયોગ કરો.
રોગપ્રતિકારક શક્તિ વધારો.
હેલ્ઘી ડાયટને ફોલો કરો.
આયુર્વેદ અનુસાર તીખા એટલે કે મરીનો ભરપુર ઉપયોગ કરો.
આદુ અને તુલસીનો ઉકાળો પીઓ.
બને ત્યાં સુધી બહારનું ભોજન લેવાનું ટાળો.
ગરમા ગરમ જમવાનો આગ્રહ રાખો.
ઠંડુ કે વાસી ખોરાક ઘરમાં સ્ટોર ન કરો.
ભીડથી દુર રહો અને સ્વસ્થ રહો.