ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. કેમ કે, રાજ્યના ખેડૂતો માટે સરકારે મોટી નિર્ણય કર્યો છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મોટી જાહેરાત કરતાં કહ્યું હતું કે, ખેડૂતોને સિંચાઈ માટે 20 દિવસ વધુ પાણી આપવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. એટલું જ નહીં પણ કડાણા ડેમમાંથી પણ 20 દિવસ વધુ પાણી આપવામાં આવશે.
ખેડૂતો સહિત ધારાસભ્ય અને કિસાન સંઘ દ્વારા નર્મદાનું પાણી આપવાનો સમય આપવા રજૂઆત કરવામાં આવી હતી. રાજ્યના ખેડૂતો અને ધારાસભ્યોની રજૂઆતને પગલે રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં નિર્ણય કર્યો હતો. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, ખેડૂતોને સિંચાઈ માટે 20 દિવસ વધુ પાણી આપવાનો નિર્ણય સરકારે કર્યો છે.
નિર્ણયની જાહેરાત કરતાં નીતિન પટેલે કહ્યું કે, 15 માર્ચ બાદ પણ વધારાના 20 દિવસ સુધી ખેડૂતોને પાણી આપવામાં આવશે. એટલું જ નહીં પણ, કડાણા ડેમમાંથી પણ 20 દિવસ વધુ પાણી અપાશે તેની જાહેરાત નીતિન પટેલે કરી હતી. તો વધુ 20 દિવસ નર્મદાનું પાણી સિંચાઈ માટે આપવાનો મોટો નિર્ણય પણ સરકારે કર્યો હતો. નવી સિઝનમાં લાખો ખેડૂતોએ વાવેતર કર્યું તેમને લાભ થશે તેવું ડે.CM નીતિન પટેલે જણાવ્યું હતું.