રસીની આડ અસર સહિત વિવિધ બાબતોનું પરિક્ષણ કરવામાં આવશે
દુનિયાભરમાં કોરોના વાઈરસ આપતિ બન્યો છે ત્યારે દુનિયાનાં વિવિધ દેશો તેની રસી (વેકીશન) શોધવામાં લાગી ગયા છે.જેમાં અમેરિકા અગ્રેસર છે. અમેરિકાએ કોરોના વિરોધી રસીનું પરિક્ષણ શરૂ કરી દીધુ છે અને 45 થી વધુ વ્યકિતઓ પર પ્રયોગ હાથ ધરાયો છે. આ રસીનો કોઈ ખરાબ પ્રભાવ તો નથી તે અંગે નિરિક્ષણ થઈ રહ્યું છે.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગત અનુસાર અમેરિકામાં કોરોનાએ અત્યાર સુધીમાં 60 વધુ લોકોના મૃત્યુ નિપજયા છે. જેના પગલે સાવધ બનેલા અમેરિકાએ કોરોના વાઈરસની રસીને પરિક્ષણ શરૂ કરી દીધુ છે. ગઈકાલે સોમવારે પ્રથમ વ્યકિત પર આ રસીનું પરિક્ષણ શરૂ કરાયું હતું રાષ્ટ્રપતિ ટ્રમ્પે પણ તેની પ્રસંસા કરી હતી અને કહ્યું હતું કે આ દુનિયામાં સૌથી જલદી વિકસીત થનાર રસી છે.
અલબત, કોરોનાની હજુ નિશ્ચિત દવા શોધાઈ નથી આ સ્થિતિમાં જો અમેરિકા સફળ થાય તો મોટી ઘટના બનશે. જોકે આ ટેસ્ટને હજી સમય લાગશે. આ ટેસ્ટ માટે 45 લોકોને પસંદ કરાયા છે. જેમને અલગ અલગ માત્રામાં રસી આપવામાં આવશે અને તે જોવાનું છે કે આ રસીનો કોઈ દુષ્પ્રભાવ આડ અસર તો નથીને? રસી લેનાર 43 વર્ષિય એક મહિલાએ જણાવ્યું હતું કે અમે ખૂબ અસહજ અનુભવતા હતા પણ આ રીતે અમે જો કાંઈ કામમાં આવીએ છીએ તો એ અમારૂ સૌભાગ્ય છે.