ભારતમાં એક તરફ ચાઈનીઝ મોબાઈલ કંપનીઓની બોલબાલા છે પરંતુ મેઇક ઇન ઇન્ડીયા હેઠળ સરકારે વિશ્ર્વની મોબાઈલ કંપનીઓને ભારતમાં જ તેના હેન્ડસેટ અને એસેસરીઝનું ઉત્પાદન કરવા જે પ્રોત્સાહન આપ્યું તે હવે રંગ લાવ્યું છે અને વિશ્વમાં ભારત હવે બીજા નંબરનું મોબાઈલ ઉત્પાદક દેશ બની ગયો છે.છેલ્લા પાંચ વર્ષમાં દેશમાં 200થી વધુ મોબાઈલ અને એસેસરી ઉત્પાદન પ્લાન્ટ નાખવામાં આવ્યા છે. જો કે હાલ કોરોનાના કારણે તેમાં અનેક પ્લાન્ટો બંધ થયા છે તેમ છતાં પણ દેશમાં હાલ ચાઈના બાદ બીજા ક્રમે મોબાઈલનું ઉત્પાદન થાય છે. હાલમાં એક અહેવાલ મુજબ હવે ભારતમાં જે મોબાઈલ વેચાય છે તેમાં 99 ટકા મેઇડ ઇન ઇન્ડીયા હોય છે. 65 ટકાના પાર્ટસ લોકલી હોય છે. 35 હજાર લોકોને રોજગારી મળી છે અને તેમાં 90 ટકા મહિલાઓ છે.