જૂનાગઢમાં આજે વર્ષા વિજ્ઞાન મંડળ અને કૃષિ યુનિવર્સિટી દ્વારા વર્ષા વિજ્ઞાન પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અલગ-અલગ આગાહીકારો દ્વારા આ વર્ષે 16 આની વરસાદ થશે તેવી આગાહીઓ કરવામાં આવી હતી. ભારત એક કૃષિપ્રધાન દેશ છે અને ખેતીનો આધાર વરસાદ ઉપર રહેલો છે. દર વર્ષે કેવો વરસાદ રહેશે તે માટે ખેડૂતો ચિંતિત હોય છે અને શાસ્ત્રમાં કેટલાક લક્ષણો પણ આપવામાં આવ્યા છે.
આમ આ મુજબ કેટલાક આગાહીકારો દ્વારા દર વર્ષે વરસાદની આગાહીઓ કરવામાં આવતી હોય છે અલગ અલગ આગાહી કરી પોતાના અભ્યાસ અને આગવી સૂઝબૂઝથી આગાહીઓ કરતા હોય છે, જેમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ચાલતા વર્ષા વિજ્ઞાન મંડળ આગાહીકારો તેમની આગાહી મેળવી નિષ્કર્ષ તૈયાર કરતી હોય છે, જેના ઉપરથી વરસાદ કેવો રહેશે તે જાણી ખેડૂતોને માટે શું કરવું અને ખેડૂતો પણ પોતાની તૈયારી કેવી રીતે કરી શકે તે માટે આ વરસાદ મંડળ કામ કરતું હોય છે.
વર્ષા વિજ્ઞાનમાં આ વર્ષે કોરોના કારણે માત્ર 25થી 30 આગાહીકારો હાજર રહ્યા હતા, અને પ્રથમ વખત કૃષિ યુનિવર્સિટી અને વર્ષા વિજ્ઞાન મંડળ દ્વારા ગુજરાતભરના આગાહીકાર પાસેથી ઓનલાઇન આગાહીઓ મંગાવવામાં આવી હતી. જેમાં તમામ આગાહીકાર છથી બાર આની વરસાદ રહેશે તેવું સ્પષ્ટ દેખાતું હતું. ખાસ કરીને ભડલી વાક્યોમાં પણ જે આગાહીઓ કરે છે. તેમને પણ આ વર્ષે બારાની જેટલો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી હતી અને ખેડૂતો માટે આ વર્ષ ખૂબ જ સારું રહેશે તેવી પણ આશા વ્યક્ત કરી છે.
ખાસ કરીને પ્રથમ કાળની આખરીમાં અને જૂનના પ્રથમ સપ્તાહમાં વરસાદ પડશે અને બીજા ઘરમાં ચોમાસા પછી ઓક્ટોબર-નવેમ્બરમાં સમયમાં પણ વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે જ્યારે પ્રથમ વાવણી જૂનના બીજા અઠવાડિયામાં 15 તારીખ પછી કરવામાં આવશે.
ત્યારબાદ પાણીનો બીજો તબક્કો જૂનના ચોથા અઠવાડીયાના અમુક ભાગોમાં કરવામાં આવશે અને વાવડીનો ત્રીજો તબક્કો જુલાઈના પ્રથમ અઠવાડિયામાં કરવામાં આવશે. આમ સમગ્ર ગુજરાતમાં ત્રણ તબક્કામાં વાવણી થાય તેવી શક્યતા દર્શાવવામાં આવી છે. ઉપરાંત જુલાઈ પાછલા અઠવાડિયામાં અને ઓગસ્ટમાં પણ અતિવૃષ્ટિ થાય તેવી સંભાવનાઓ પણ આગાહી કરવી વ્યક્ત કરી છે
આમ ચોમાસાના પૂર્વમાં ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી નીવડશે ખેડૂતોએ ખરીફ પાકોની પણ યોગ્ય પસંદગી કરી ખેતીનું આયોજન કરવું જોઈએ મોટાભાગના આગાહી કરવાનું 12 આની વર્ષ રહે તેવી ધારણા છે.