રાષ્ટ્રીય પ્રાણી સલામત નથી, હાથણીની શું વાત કરવી? : રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ ઓથોરીટીનો આરટીઆઈમાં ખુલાસો
તાજેતરમાં કેરળમાં હાથણીની અમાનવીય અને ક્રુરતાથી હત્યાની ઘટનાએ દેશમાં ખળભળાટ મચાવ્યો છે, પરંતુ પ્રાણીઓની આવી હત્યાની ઘટનાઓ નવી નથી, રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ ઓથોરીટી (એનટીસીએ)એ દેશમાં છેલ્લા 8 વર્ષમાં શિકાર તેમજ અન્ય કારણોથી 750થી વધુ માર્યા ગયા હોવાનો સનસનીખેજ ખુલાસો કર્યો છે.
જેમાં સૌથી વધુ મધ્યપ્રદેશમાં 173 વાઘ માર્યા ગયા છે, એનટીસીએએ એક આરટીઆઈમાં પૂછવામાં આવેલ એક સવાલના જવાબમાં આ જાણકારી આપી હતી. એનટીસીએના જણાવ્યા મુજબ 750 વાઘોમાંથી 369 વાઘની મોત પ્રાકૃતિક કારણે થઈ હતી, જયારે 168 વાઘોને શિકારીઓએ મારી નાખ્યા હતા. 70 વાઘોના મોતના બારામાં હજુ તપાસ ચાલી રહી છે. જયારે 42 વાઘોના મોત દુર્ઘટના કે આપસી સંઘર્ષથી થયા છે.