રૂદ્રાભિષેક, પિતૃમુક્તિ માટે પ્રાર્થના, રાસ ગરબા, કનૈયા રાસ, ભવ્ય લોકડાયરો, હાસ્ય મેજીક શો, સાંસ્કૃતિક સંધ્યા, 56 ભોગ દર્શન સપ્તાહમાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર
પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ દ્વારા તા. 8-6થી તા. 14-6 સુધી નિલકંઠ પાર્ક સામે, કાવેરી એપાર્ટમેન્ટ મેદાન, 80 ફૂટ રોડ ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. સપ્તાહ દરમિયાન તા. 8ના ગણપતિ પૂજા, વિશાળ શોભાયાત્રા, તા. 9નાં કપિલ પ્રાગટ્ય, નૃસિંહ પ્રાગટ્ય, તા. 10નાં વામન અવતાર, રામજન્મ, તા. 11નાં કૃષ્ણ જન્મ, તા. 12નાં ગોવર્ધન ઉત્સવ, તા. 13 રુક્ષ્મણી વિવાહ,તા. 14નાં પરિક્ષીત મોક્ષ સહિતનાં માંગલીક પ્રસંગો યોજાશે.
આ ઉપરાંત દરરોજ બપોરે 3 થી રાત્રે 11 સુધી રુદ્રાભિષેક રોજ સાંજે 6.55 પિતૃમુક્તિ માટે પ્રાર્થના, સાંજે 7 કલાકે મહાઆરતી, તા. 9નાં રાત્રે 9 કલાકે રાસ ગરબા, તા. 10ને રાત્રે 9 કલાકે કનૈયા રાસ મંડળ, તા. 11ના રાત્રે 9 કલાકે ભવ્ય લોકડાયરો, તા. 12નાં રાત્રે 9 કલાકે હાસ્ય મેજીક શો તા. 13નાં બાળ કલાકાર દ્વારા સાંસ્કૃતિક સંધ્યા, અને તા. 14નાં બપોરે 4 થી 8 કલાકે 56 ભોગ દર્શન રાખેલ છે. સાથે જ સપ્તાહ દરમિયાન રાજયોગ શિબિર તન-મનની શાંતિ માટે કસરત રાખેલ છે.