હાલમાં જ ધ એસ્ટ્રોફિઝીકલ જર્નલના એક અંકમાં જણાવાયું છે કે આ બ્રહ્માંડમાં આપણે એકલા નથી અને આપણા પાડોશીઓ બહુ દૂર પણ નથી. આપણી આકાશગંગા કે જે ગેલેક્સી કહેવાય છે અને બ્રહ્માંડમાં આવી લાખો ગેલેક્સી છે ત્યાં જીવનની શક્યતા અનેકગણી છે.
પૃથ્વી જે ગેલેક્સીમાં રહેલી છે તેમાં જ ઓછામાં ઓછા 36 સક્રિય બૌધ્ધિક અને પૃથ્વી કરતાં પણ વધુ આધુનિક દુનિયા વસેલી છે અને તે નજીકમાં નજીક 17 પ્રકાશવર્ષ દૂર છે. નોટિંધમ યુનિવર્સિટીના સંશોધનમાં આ લખાયું છે અને તેમાં કોમ્યુનિકેટીંગ એક્સ્ટ્રા ટેરેસ્ટીસીરીયલ ઇન્ટેલીજન્સની વાતો રજૂ થઇ છે. તેઓએ કહ્યું કે કોઇપણ ગ્રહ પર જીવન વૈજ્ઞાનિક રીતે બને છે અને જેમ પૃથ્વી પર જીવન વિકસ્યુ તે રીતે અન્ય ગ્રહ પર પણ વિકસ્યુ છે પણ આ તમામ એટલા દૂર છે કે એકબીજા વચ્ચે સંપર્ક કરવો લગભગ અશક્ય છે.