પૂર્વ લદ્દાખમાં ચીનની સાથે બગડેલી સ્થિતિ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બોલાવવામાં આવેલી સર્વદળીય મીટિંગમાં ઓછામાં ઓછા 20 રાજકીય દળો ભાગ લઇ રહ્યા છે. આ વર્ચુઅલ મીટિંગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત ગૃહમંત્રી રાજનાથ સિંહ અને બીજેપી અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા પણ હાજર રહેશે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે રક્ષામંત્રી અને પૂર્વ બીજેપી અધ્યક્ષ રાજનાથ સિંહે વડાપ્રધાન તરફથી તમામ દળોને મીટિંગમાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું.
મીટિંગમાં ફક્ત માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રિય દળોને જ નિમંત્રણ
આમ આદમી પાર્ટી અને રાષ્ટ્રિય જનતા દળને ના બોલાવવા પર ઉઠેલા પ્રશ્નોની વચ્ચે સૂત્રોએ સ્પષ્ટ કર્યું કે મીટિંગમાં ફક્ત માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રિય દળોને જ આવવાનું નિમંત્રણ મોકલવામાં આવ્યું છે. એટલે કે જેમની પાસે લોકસભામાં 5થી વધારે સાંસદ છે, પૂર્વોત્તરનાં પ્રમુખ દળ અને કેન્દ્રિય કેબિનેટમાં મંત્રીઓવાળા દળોને સર્વદળીય બેઠક માટે આમંત્રિત કરવામાં આવ્યા છે.
વડાપ્રધાન બેઠકમાં શું કહેશે?
સર્વદળીય મીટિંગમાં ના બોલાવવાથી આમ આદમી પાર્ટી અને રાષ્ટ્રિય જનતા દળે નારાજગી વ્યક્ત કરી છે. આપ નેતા સંજય સિંહે ટ્વીટ કર્યું છે કે, ‘કેન્દ્રમાં અહંકારથી ગ્રસ્ત અજીબ સરકાર છે. આમ આદમી પાર્ટીની દિલ્હીમાં સરકાર છે. પંજાબમાં તે મુખ્ય વિપક્ષ પાર્ટી છે. દેશભરમાં તેના 4 સાંસદ છે, પરંતુ તેમ છતા પણ બીજેપી આટલા મહત્વનાં મુદ્દા પર તેનું મંતવ્ય નથી લેવા માંગતી. વડાપ્રધાન બેઠકમાં શું કહેશે તેનો આખો દેશ ઇંતઝાર કરી રહ્યો છે.”
આરજેડીને નિમંત્રણ કેમ ના આપવામાં આવ્યું?
બીજી તરફ આરજેડી નેતા તેજસ્વી યાદવે કહ્યું છે કે, તેમના 5 સાંસદ છે, તેમ છતા તેમને સર્વદળીય બેઠકમાં નથી બોલાવવામાં આવ્યા. તેજસ્વી યાદવે રક્ષામંત્રી રાજનાથ સિંહને કહ્યું કે, તેઓ જણાવે કે આરજેડીને નિમંત્રણ કેમ ના આપવામાં આવ્યું.